હિંદુ કેલેન્ડર મુજબ, ચૈત્ર મહિનાની પ્રતિપદા તિથિ 8મી એપ્રિલ 2024ના રોજ રાત્રે 11:50 વાગ્યાથી શરૂ થઈ રહી છે અને 9મી એપ્રિલે રાત્રે 8:30 વાગ્યે પૂરી થશે. તેથી ચૈત્ર નવરાત્રિ 9મી એપ્રિલ 2024થી શરૂ થઈ રહી છે, જે 18મી એપ્રિલે સમાપ્ત થઈ રહી છે.
ચૈત્ર નવરાત્રિ ઘટસ્થાપના મુહૂર્ત 2024
ઘટસ્થાપન મુહૂર્ત - 9 એપ્રિલના રોજ સવારે 6:11 થી 10:23 સુધી
અભિજીત મુહૂર્ત- 9 માર્ચે બપોરે 12:03 થી 12:54 વાગ્યા સુધી
ચૈત્ર નવરાત્રિ 2024 કેલેન્ડર
પહેલુ નોરતું - 09 એપ્રિલ 2024, મંગળવાર - મા શૈલપુત્રી પૂજા, ઘટસ્થાપન
બીજુ નોરતું (10 એપ્રિલ 2024, બુધવાર) – મા બ્રહ્મચારિણી પૂજા
ત્રીજુ નોરતું (11 એપ્રિલ 2024, ગુરુવાર) - મા ચંદ્રઘંટા પૂજા
ચોથુ નોરતું (12 એપ્રિલ 2024, શુક્રવાર) - મા કુષ્માંડા પૂજા
પાંચમું નોરતું (13 એપ્રિલ 2024, શનિવાર) – મા સ્કંદમાતા પૂજા
છઠ્ઠું નોરતું (14 એપ્રિલ 2024, રવિવાર) - મા કાત્યાયની પૂજા
સાતમું નોરતું (15 એપ્રિલ 2024, સોમવાર) – મા કાલરાત્રી પૂજા
આઠમું નોરતું (16 એપ્રિલ 2024, મંગળવાર) – મા મહાગૌરી પૂજા અને દુર્ગા મહાઅષ્ટમી પૂજા
નવમું નોરતું (17 એપ્રિલ 2024, બુધવાર) – મા સિદ્ધિદાત્રી પૂજા, મહા નવમી અને રામ નવમી
નવરાત્રિનો દસમો દિવસ (18 એપ્રિલ 2024, ગુરુવાર) - દુર્ગા મૂર્તિ વિસર્જન
ચૈત્ર નવરાત્રિમાં આ અવતારોની પૂજા કરવામાં આવશે.
ચૈત્ર નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી અને મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે.
ચૈત્ર નવરાત્રીનું મહત્વ
નવરાત્રિ દરમિયાન, દેવી ભગવતી અને તેમના નવ સ્વરૂપોની પૂજા કરવાની પરંપરા છે. દેવી માતાની યોગ્ય રીતે પૂજા કરવાથી અને વ્રત રાખવાથી ભક્તને દરેક મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તેની સાથે ઘરમાં હંમેશા સુખ-શાંતિ બની રહે છે.
મા દુર્ગા ઘોડા પર સવાર થઈને આવશે
આ વર્ષે ચૈત્ર નવરાત્રિના દિવસે મા દુર્ગા ઘોડા પર સવાર થઈને આવનાર છે. માતાના વાહનની પસંદગી દિવસના હિસાબે કરવામાં આવે છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ મંગળવારથી શરૂ થઈ રહી છે. તેથી જ માતા દુર્ગા ઘોડા પર સવાર થઈને આવી રહ્યા છે. ઘોડા પર સવારી કરવી એટલે સત્તામાં પરિવર્તન. આનાથી ભક્તોને તેમના જીવનમાં આવનારી તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળશે.