• કોલકાતામાં દુર્ગાપૂજાની તૈયારીઓને ફાઈનલટચ
  • સમગ્ર દેશમાં જુદા જુદા પંડાલમાં બિરાજશે દુર્ગા
  • ભોપાલમાં મહાલક્ષ્મી પંડાલની થીમ ચર્ચાનું કેન્દ્ર

પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજાની તૈયારીઓને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પંડાલ તૈયાર થઈ ગયા છે. જુદા જુદા રૂટ પર ફૂલ અને કલર્સથી રંગરોગાન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે જુદી જુદી થીમ અંતર્ગત પંડાલ તૈયાર કરવામાં આવ્યા છે. રામ મંદિરની થીમના પંડાલનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યું હતું. એ પછી મધ્ય પ્રદેશના મહાનગર ભોપાલમાં મહારાષ્ટ્રમાં આવેલા કોલ્હાપુરના મહાલક્ષ્મી મંદિરની થીમનો પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. જે રાત્રીના સમયે જોરદાર લાગી રહ્યો છે. દુર્ગાપૂજા નિમિતે ભોપાલ મહાનગરમાં મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. લાખોની સંખ્યામાં બંગાળી પરિવાર દુર્ગા માતાની પૂજા કરે છે. પંડાલમાં આરતી અનુષ્ઠાન થાય છે અને પછી માતાની વિદાય થાય છે.


સમગ્ર દેશમાં જ્યાં જ્યાં બંગાળી પરિવાર વસે છે ત્યાં નોરતાના દિવસોમાં દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવે છે. માતાદુર્ગાની પ્રતિમા તૈયાર કરવામાં આવે છે. પંડાલ તૈયાર કરવામાં આવે છે. મંગળવારે (તા.17.10.2023) જાણીતા ફૂટબોલ પ્લેયર રોનાલ્ડીનો પૂજા પંડાલનું લોકાર્પણ કરવા માટે પહોંચ્યા હતા. કોલકાતામાં તેમણે માતા દુર્ગાના દર્શન કરી ફૂટબોલ પર પોતાની સિગ્નેચર આપી હતી.  કોલકાતામાં માતાના જુદા જુદા રૂપની મૂર્તિઓની પ્રદર્શની યોજાય છે. સાઉથ કોલકાતામાં ગારિયાહટ વિસ્તારમાં સમગ્ર રોડ પર આ પ્રકારની લાઈટિંગ્સ કરવામાં આવી છે. જેમાં થોડા થોડા અંતરે એલઈડી લાઈટ્સ મૂકવામાં આવી છે. જે દરવાજાના આકારમાં છે.


સમગ્ર પશ્ચિમ બંગાળ દુર્ગાપૂજામાં લીન થવા જઈ રહ્યું છે. જુદી જુદી થીમના પંડાલ તૈયાર છે. જ્યાં માતાજીની આરતી-પૂજા થવાની છે, કોલકાતાની હેરિટેજ ટ્રામમાં દુર્ગા માતાની પ્રતીમાને લઈ જવામાં આવી રહી છે. એટલું જ નહીં સમગ્ર ટ્રેનને પણ દુર્ગા પૂજાની થીમથી પેઈન્ટ કરવામાં આવી છે. ત્રણ મહિના પહેલાથી સમગ્ર પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. મહાનગર જ નહીં ગ્રામ્ય વિસ્તાર અને જિલ્લાઓમાં પણ દુર્ગાપૂજાનું ભક્તિભાવથી-આસ્થાથી સેલિબ્રેશન કરવામાં આવે છે.


રાજધાની નવી દિલ્હીમાં ચિત્રરંજનપાર્ક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દુર્ગાપૂજા માટે મૂર્તિ બનાવવાનું કામ થાય છે. દર વર્ષે મોટી સંખ્યામાં અહીં મૂર્તિ બનાવવામાં આવે છે. દર વર્ષે અહીં જુદી જુદી થીમ અંતર્ગત પંડાલમાં સેલિબ્રેશન કરવામાં આવે છે. આ વિસ્તાર સીઆર પાર્ક થી પણ ઓળખવામાં આવે છે. નેહરૂ એન્ક્લેવ મેટ્રો સ્ટેશથી અહીં સુધી પહોંચી શકાય છે. સમગ્ર દિલ્હીમાં કશ્મીરી ગેઈટ, મયુરવિહાર, મિન્ટો રોડ, સુશાંત લોક એમ પાંચ વિસ્તારમાં જોરશોરથી દુર્ગાપૂજા થાય છે.


ઉત્તર પ્રદેશના મહાનગર વારાણસીમાં પણ પાંદડાની થીમ પર એક પંડાલ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં ગુલાબની પાંખડીઓથી ડેકોરેશન કરવામાં આવ્યું છે. પંડાલમાં રંગબેરંગી તોરણ મૂકવામાં આવ્યા હતા. જુદા જુદા માસ્ક પણ ડેકોરેશન હેતું મૂકવામાં આવ્યા છે. બુધવારે અહીં વાજતેગાજતે દુર્ગામાતાનું સ્થાપન કરવામાં આવશે. પછી પૂજા અને આરતી કરવામાં આવશે. 


દરેક પંડાલમાં રાત્રીના સમયે જોરદાર રોશનીથી ડેકોરેશન કરવામાં આવે છે. આ ઉપરાંત જુદા જુદા પંડાલમાં આરતી વખતે પૂજા કરવા માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. પંડાલ સમિતિ ઓછામાં ઓછા ત્રણ મહિના પહેલા પંડાલ અંગેની તૈયારીઓમાં જોડાઈ જાય છે. સમગ્ર ટીમવર્કથી આ પ્રકારના પંડાલ ઊભા થાય છે. આ વખતે કોલકાતામાં સ્ત્રીના માસિકધર્મ પર એક પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં માસિકધર્મ વખતે શું તકેદારી રાખવી એ અંગે વિગતવાર સમજ આપવામાં આવી છે. 


કોલકાતામાં દુર્ગામાતાના જુદા જુદા રૂપની પૂજા કરવામાં આવે છે. આ સ્વરૂપની પ્રદર્શની પણ આ વખતે આકર્ષણનું કેન્દ્ર બની છે. બીજી બાજું વિશાળ મૂર્તિ જ નહીં નાની નાની મૂર્તિઓી પૂજા પણ કરવામાં આવે છે. જે રીતે ગણેશપૂજામાં વિશાળ મૂર્તિની બાજુમાં બાળ ગણેશ મૂકવામાં આવે છે એમાં વિશાળ દુર્ગા માતાની મૂર્તિની પડખે નાની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવે છે. અહીં એક આર્ટિસ્ટ પોતાની નાની એવી મૂર્તિઓને ફાઈનલટચ આપી રહી છે. કોલકાતાના કુમારતુલી વિસ્તારમાં આર્ટિસ્ટ હવે દુર્ગામાતાની મૂર્તિને ફાઈનલટચ આપવામાં આવી રહ્યો છે. પંડાલમાં માત્ર મોટી મૂર્તિઓ જ નહીં પણ નાની એવી મૂર્તિઓનું પણ સર્જન કરીને પૂજા અર્ચના કરવામાં આવે છે.

  • Follow us on: