• 29મીએ દેવપોઢી એકાદશીથી ચાતુર્માસ શરૂ થશે
  • લગ્નસરાની ચાલુ સિઝનનો હવે જૂન છેલ્લો મહિનો, પછી પાંચ માસનો વિરામ
  • દિવાળી પછી દેવઊઠી એકાદશીથી નવી સિઝન, 27 નવેમ્બરે પહેલું મુહૂર્ત

ગરમીની સિઝનમાં લગ્નોની ધૂમ વચ્ચે લગ્નસરાની ચાલુ સિઝનનો હવે છેલ્લો મહિનો રહેશે. જૂન માસમાં 11 લગ્નમુહૂર્ત રહેશે અને 29મીએ દેવપોઢી એકાદશી સાથે જ હિન્દુ ચાતુમાર્સની શરૂઆત થશે. હિન્દુ ચાતુર્માસને પગલે પાંચ મહિના સુધી લગ્નોની શહેનાઇ ગુંજશે નહીં. દિવાળી પછી દેવઉઠી એકાદશીથી લગ્નસરાની નવી સિઝન શરૂ થશે.27 નવેમ્બરના રોજ લગ્નનું પહેલું મુહૂર્ત રહેશે.

પરંપરા પ્રમાણે ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં પોઢી જાય

હિન્દુ પંચાગ પ્રમાણે સામાન્યપણે ચાતુર્માસ, ધનારક કમૂરતા, મીનારક કમુરતા, ગુરુ અને શુક્રનો અસ્ત, હોળાષ્ટક એમ છ સંયોગ વેળાએ લગ્ન લેવાતા નથી. આ દિવસો દરમિયાન લગ્નકાર્યો વર્જિત મનાય છે. જે અંતર્ગત હવે જૂન માસમાં 11 લગ્નમુહૂર્ત પછી 29 જૂનથી ચાતુર્માસનો આરંભ થશે. જૂન માસમાં 3, 6, 7, 8, 11, 12, 13, 23, 26, 27 અને 28 એમ વિવિધ તારીખે 11 લગ્નમુહૂર્ત છે. આ માન્યતા અને પરંપરા પ્રમાણે ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં પોઢી જતાં હોય દિવાળી પછી આવતી દેવઊઠી એકાદશી સુધી હિન્દુ ચાતુર્માસ ઉજવવામાં આવે છે. આ ચાર મહિના વેળાએ લગ્નકાર્યો કે મુહૂર્ત લેવાતા નથી.

ચાતુર્માસ અષાઢ માસના શુક્લ પક્ષમાં એકાદશીના દિવસે શરૂ થાય

ચાતુર્માસ ચાર મહિનાના સમયગાળા માટે મનાવવામાં આવે છે અને તે અષાઢ મહિનામાં દેવશયની એકાદશીના બીજા દિવસે શરૂ થાય છે અને કારતક મહિનામાં દેવોઉઠી એકાદશીના રોજ સમાપ્ત થાય છે. ચાતુર્માસ 2023ની તારીખો 30મી જૂનથી છે અને 23મી નવેમ્બરે સમાપ્ત થાય છે. ઘણા હિંદુ સમુદાયો માટે તેનું ખૂબ મહત્વ છે. મહિનાઓ પ્રાર્થના, ધાર્મિક વિધિઓ અને પૂજા માટે સમર્પિત હોય છે અને તેથી લગ્ન, ગૃહઉદ્યોગ અને અન્ય સમાન કાર્યો જોવા મળતા નથી. ચાતુર્માસ અષાઢ માસના શુક્લ પક્ષમાં એકાદશીના દિવસે શરૂ થાય છે અને કારતક માસમાં શુક્લ પક્ષની એકાદશીના દિવસે સમાપ્ત થાય છે.

ચાતુર્માસ ક્યારે શરૂ થશે?

ચાતુર્માસમાં શુભ કાર્ય કરવાની મનાઈ છે. આ વખતે શ્રાવણ માસમાં અધિક માસ હોવાથી શ્રાવણ 59 દિવસનો રહેશે. આ રીતે શ્રાવણ સોમવાર પણ 4 ને બદલે 8 થશે. 5 મહિના લાંબા ચાતુર્માસના કારણે લોકોએ શુભ કાર્ય કરવા માટે પણ 5 મહિના રાહ જોવી પડશે.

ચાતુર્માસ ખૂબ જ વિશેષ

હિંદુ ધર્મમાં ચાતુર્માસ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. ચાતુર્માસ એટલે કે ચાર મહિના જ્યારે દેવતાઓ સૂઈ જાય છે, જેમાં સૂર્ય દક્ષિણાયનમાં હોય છે અને તમામ શુભ કાર્યો પર પ્રતિબંધ હોય છે. દર વર્ષે અષાઢ માસની શુક્લ એકાદશી એટલે કે દેવશયની એકાદશી (દેવશયની એકાદશી 2023)ના દિવસે ભગવાન શ્રી હરિ યોગ નિદ્રા માટે ક્ષીરસાગરમાં જાય છે અને તેઓ ત્યાં ચાર મહિના આરામ કરે છે.

  • Follow us on: