આતુરતાથી ભક્તો જેની રાહ જોઇ રહ્યા છે તે ગણેશ ચતુર્થીનો ઉત્સવ 7 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહ્યો છે જે 17 સપ્ટેમ્બરના અનંત ચતુર્દશીએ (Anant chaturdashi) પૂર્ણ થશે. આ વખતની ગણેશ ચતુર્થી ખુબજ ખાસ છે 100 વર્ષ પછી ખુબજ શુભ સંયોગ આવી રહ્યો છે. આ વખતે આ ત્રણ રાશિ પર ગણેશજીની વિશેષ કૃપા રહેશે. વિઘ્નહર્તા બાપ્પા તમામ કષ્ટ દૂર કરશે. ગણેશજી જે રિદ્ધિ-સિદ્ધિના બુદ્ધિ અને જ્ઞાનના દેવતા કહેવામાં આવે છે તેમના આશિષથી વેપાર, ધનની પ્રાપ્તિ થશે. સુખ સમૃદ્ધિનો લાભ પ્રાપ્ત થશે.


ગણેશ ચતુર્થી પર 100 વર્ષ પછી ખુબજ શુભ સંયોગ આવી રહ્યો છે

ગણેશ ચતુર્થી પર આ વખતે સર્વાર્થ સિદ્ધિ યોગ, બ્રહ્મ યોગ, ઇન્દ્ર યોગ છે. સ્વાતિ અને ચિત્રા જેવા શુભ યોગનો વિશેષ સંયોગ છે. અનંત ચતુર્દશીએ બાપ્પાનું ભાવપૂર્વક વિસર્જન કરાશે.

ગણેશ ચતુર્થીએ આ રાશિના ભાગ્ય ચમકશે

વૃષભ રાશિ

ગણેશ ચતુર્થીએ તમારા જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ ગણપતિજી દૂર કરશે. આર્થિક સંકટ દૂર થશે. નોકરીમાં થતી સમસ્યાનો અંત આવશે. સંબંધોમાં મિઠાસ આવશે. લક્ષ્ય મેળવવામાં સફળ થવાશે. તમારા કામની પ્રશંસા થશે. નવા કામની શરૂઆત કરી શકશો.

કન્યા રાશિ

ગણેશ ચતુર્થીએ મનના સંકલ્પ પૂર્ણ થશે. તમારા કામમાં આવતી મુશ્કેલીઓ ઓછી થશે. સંપત્તિમાં વધારો થશે. અટવાયેલા નાણા પરત મળશે. જીવનના સંકલ્પો પૂર્ણ કરી શકશો. મુસાફરીના યોગ બની રહ્યા છે. આવકમાં વધારો થશે ભૌતિક સુખ મેળવી શકશો.

વૃશ્ચિક રાશિ

ગણેશ ચતુર્થીનો તહેવાર તમારા માટે ખુશીઓ લાવશે. સમાજમાં માન પ્રતિષ્ઠા વધશે. એક અલગ ઓળખ ઉભી કરી શકશો. શિક્ષણ ક્ષેત્રે સફળતા મળશે. ધન સંકટ દૂર થશે. શિવ-ગૌરીની કૃપા મેળવી શકશો. સડસડાટ પ્રગત્તિના દ્વાર ખુલશે. 

  • Follow us on: