• અધિક શ્રાવણ માસ 16 ઓગસ્ટે પૂર્ણ થશે અને શ્રાવણ 17 ઓગસ્ટથી શરૂ થશે
  • શ્રાવણમાં આવતા બે મહત્વ પૂર્ણ પર્વ રક્ષાબંધન અને જન્માષ્ટમી
  •  30 ઓગસ્ટે રક્ષા બંધન તો જન્માષ્ટમી 7 સપ્ટેમ્બરે

શાસ્ત્રોમાં જન્માષ્ટમીનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ વર્ષે અધિક માસના કારણે જન્માષ્ટમી અને રક્ષાબંધનમાં માટે થોડી રાહ જોવી પડશે. અધિક શ્રાવણ માસ 16 ઓગસ્ટે પૂર્ણ થશે અને શ્રાવણ 17 ઓગસ્ટથી શરૂ થશે. આ માસમાં આવતા બે મહત્વ પૂર્ણ પર્વ રક્ષાબંધન અને જન્માષ્ટમી છે. હિન્દુ ગુજરાતી પંચાગ મુજબ 30 ઓગસ્ટે રક્ષા બંધન તો જન્માષ્ટમી 7 સપ્ટેમ્બરે છે. રોહિણી નક્ષત્રમાં મધ્યરાત્રિએ કનૈયાનો જન્મ થયો હતો. એવું માનવામાં આવે છે કે જે કોઈ જન્માષ્ટમીનું વ્રત કરે છે તેને ભગવાન કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે. આ સાથે તેમના જીવનમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. આવો જાણીએ જન્માષ્ટમી તિથિ, શુભ સમય અને પૂજા પદ્ધતિ

શ્રી કૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્રમાં રાત્રે 12 વાગે થયો હતો

કૃષ્ણ જન્માષ્ટમીને હિન્દુ ધર્મમાં ખૂબ જ મોટો અને મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમીની તિથિને લઈને લોકોમાં મૂંઝવણ છે. ચાલો જાણીએ કૃષ્ણ જન્માષ્ટમીની ચોક્કસ તારીખ અને શુભ સમય. શ્રાવણ માસના કૃષ્ણપક્ષની અષ્ટમીએ કૃષ્ણ જન્માષ્ટમી મનાવવામાં આવે છે. આ તિથિ 06 સપ્ટેમ્બર 2023ના રોજ બપોરે 03.37 કલાકે શરૂ થઈ રહી છે. અષ્ટમી તિથિ 07 સપ્ટેમ્બર 2023 ના રોજ સાંજે 04.14 કલાકે સમાપ્ત થશે. દેશભરમાં કૃષ્ણ જન્મષ્ટમી મનાવવામા આવશે. જન્માષ્ટમી પછી નવમીએ પારણાં નોમની ઉજવણી કરાશે.

વૈષ્ણવ સંપ્રદાયમાં 07 સપ્ટેમ્બરે જન્માષ્ટમીની ઉજવણી 

પુરાણો અનુસાર શ્રી કૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્રમાં રાત્રે 12 વાગે થયો હતો. આ માન્યતા અનુસાર 6 સપ્ટેમ્બરે ગૃહસ્થ તેમની જન્મજયંતિ ઉજવશે. આ દિવસે રોહિણી નક્ષત્રનો સંયોગ પણ બની રહ્યો છે. બીજી તરફ વૈષ્ણવ સંપ્રદાયમાં શ્રી કૃષ્ણની પૂજા માટે અલગ નિયમો પાળે છે, વૈષ્ણવ સંપ્રદાયમાં 07 સપ્ટેમ્બરે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે.

રોહિણી નક્ષત્ર શરૂ થાય છે - 06 સપ્ટેમ્બર 2023, સવારે 09:20 કલાકે

રોહિણી નક્ષત્ર સમાપ્ત થાય છે - 07 સપ્ટેમ્બર 2023, સવારે 10:25 કલાકે

જન્માષ્ટમી 2023 મુહૂર્ત (Janmashtami 2023 Muhurat)

શ્રી કૃષ્ણ પૂજા સમય - મધ્યરાત્રિ 12:02 થી મધ્યરાત્રિ 12:48 (7 સપ્ટેમ્બર 2022)

પૂજાનો સમયગાળો - 46 મિનિટ

ઉપવાસનો સમય - 7 સપ્ટેમ્બર 2023, સવારે 06.09 કલાકે

પૂજા પદ્ધતિ જાણો

આ દિવસે સવારે વહેલા ઉઠો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. સવારે હાથમાં ગંગાજળ લઈને વ્રતનો સંકલ્પ કરો. આ સાથે જન્માષ્ટમીના દિવસે આખો દિવસ ભગવાન કૃષ્ણના કીર્તન કરવાની પરંપરા છે. ઉત્સવ પહેલા લોકો પોતાના ઘરના મંદિરની સફાઈ કરે છે. ગોપાલજીની સાથે તમામ દેવતાઓ પણ નવા વસ્ત્રોમાં સજ્જ થાય છે. તેમજ ભગવાનના જન્મ પછી રાત્રે વ્રત તોડવામાં આવે છે. આ દિવસે શાલિગ્રામને પંચામૃતથી અભિષેક કરવામાં આવે છે. ભગવાનને મીસરીનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરવાથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે. તેની સાથે ઘરમાં સમૃદ્ધિ આવે છે. બીજી તરફ જન્માષ્ટમીના દિવસે તુલસીના પાન તોડવા જોઈએ નહીં. એટલા માટે એક દિવસ પહેલા તુલસીના પાન તોડી લો. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ભોજનમાં લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. અન્યથા ઉપવાસ તૂટી જશે. 

  • Follow us on: