- પખવાડિયામાં બે ગ્રહણ, નવરાત્રિમાં વરસાદની સંભાવના
- સર્વપિતૃ અમાવાસ્યાએ સૂર્યગ્રહણ, શરદ પૂર્ણિમાએ ચન્દ્રગ્રહણ
- ભય, કુદરતી અને માનવ સર્જિત આફતો, અનેક દેશ દુશ્મન દેશ પર લાલઆંખ કરે તેવા એંધાણ
આગામી તા.14મી ઓક્ટોબરે સર્વપિતૃ અમાવાસ્યાએ સૂર્યગ્રહણ છે. જ્યારે, તા.28મી ઓક્ટોબરે શરદ પૂર્ણિમાએ ચન્દ્રગ્રહણનો યોગ સર્જાશે. સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહિં પરંતુ ચન્દ્રગ્રહણ ભારતમાં દેખાશે. પખવાડિયામાં સર્જાનાર બે ગ્રહણ દેશ-દુનિયા પર પ્રભાવી રહેશે.
ચન્દ્રગ્રહણનો વેધ બપોરે 02.31 કલાકથી મધરાત બાદ 03.56 કલાક સુધી રહેશે
કન્યા રાશીમાં થનારું સૂર્યગ્રહણ ભારતમાં રાતે 08.34 કલાકથી મધરાત બાદ 02.25 કલાક સુધી રહેશે. જ્યારે, તા.28મી ઓક્ટોબરે શરદ પૂર્ણિમાના પર્વે મેષ રાશીમાં ચન્દ્રગ્રહણ થશે જે ભારત, અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા સહિતના દેશોમાં દેખાશે. ચન્દ્રગ્રહણનો વેધ બપોરે 02.31 કલાકથી મધરાત બાદ 03.56 કલાક સુધી રહેશે. પખવાડિયામાં સર્જાનાર બે ગ્રહણ દુનિયામાં મહાભારત જેવી સ્થિતી સર્જે તો નવાઇ નહિં. ભય, કુદરતી અને માનવ સર્જિત આફતો, અનેક દેશ દુશ્મન દેશ પર લાલઆંખ કરે કે આક્રમણ કરે એવી સંભાવના નકારી શકાતી નથી.
મેષ રાશીમાં ગુરુ અને રાહુની યુતિ ચાલી રહી છે
વર્તમાન ગ્રહ ગોચરમાં મેષ રાશીમાં ગુરુ અને રાહુની યુતિ ચાલી રહી છે. તા.30મી ઓક્ટોબરે રાહુ મીન રાશીમાં પ્રવેશ કરશે, તા.4થી નવેમ્બરે શનિ મહારાજ કુંભ રાશીમાં માર્ગી થશે જ્યારે સૂર્ય તુલા રાશીમાં આવશે. પખવાડિયામાં સર્જાનાર બે ગ્રહણ કોઇપણ દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, જે તે રાજ્યના મુખ્યપ્રધાન તેમજ સેનાપતિ માટે અશુભ યોગ સર્જશે. કેટલાક દેશમાં આર્થિક કટોકટી સર્જાશે. શેર બજારમાં પણ મોટા ઊતાર-ચઢાવ જોવા મળશે. એટલુંજ નહિં, નવરાત્રિ દરમિયાન વરસાદના યોગ નકારી શકાતા નથી.
બે ગ્રહણની અસર
પખવાડિયામાં સર્જાનાર બે ગ્રહણની અસર મિથુન, કુંભ, કર્ક અને વૃશ્ચિક રાશી માટે શુભકારક, વૃષભ, સિંહ અને ધન માટે મધ્યમ, તુલા, મીન, મેષ, મકર અને કન્યા રાશીના જાતકોએ અશુભ પ્રભાવથી મુક્ત થવા ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિ કરવા ઉપરાંત હનુમાન ચાલીસાના પાઠ રામબાણ નિવડશે.