- આ વર્ષે માતા દુર્ગાનું આગમન હાથી પર થયું છે
- વિદાય વખતે માતા પાડા પર સવાર થઇને જાય છે
- દર વર્ષે દેવી દુર્ગાનું આગમન અને પ્રસ્થાન વિશેષ વાહનમાં થાય છે
નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. સમગ્ર દેશમાં નવરાત્રિનો પવિત્ર તહેવાર ઉજવાઈ રહ્યો છે. આ સમય દરમિયાન, દેવી ભગવતીના નવ સ્વરૂપોની સંપૂર્ણ વિધિ સાથે પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સંપૂર્ણ ભક્તિ સાથે દેવી દુર્ગાની પૂજા કરવાથી ભક્તની મનોકામના ચોક્કસપણે પૂર્ણ થાય છે.એવું પણ માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગા પૃથ્વી પર આવે છે અને 9 દિવસ સુધી દરેક ઘરમાં નિવાસ કરે છે. આ વર્ષે માતા દુર્ગાનું આગમન હાથી પર થયું છે. વિદાય વખતે માતા પાડા પર સવાર થઇને આવે છે.
માતાદુર્ગા સ્વર્ગમાંથી પૃથ્વી પર આવે
નવરાત્રિ દરમિયાન માતાદુર્ગા સ્વર્ગમાંથી પૃથ્વી પર આવે છે. તે દરેક ઘરમાં 9 દિવસ રહે છે. જે કોઈ નવ દિવસ સુધી વિધિ-વિધાન પ્રમાણે દેવી દુર્ગાની પૂજા કરે છે, તેની શુભકામનાઓ અવશ્ય પૂર્ણ થાય છે. દર વર્ષે દેવી દુર્ગાનું આગમન અને પ્રસ્થાન વિશેષ વાહનમાં થાય છે. જેના અનેક અર્થ થાય છે.
મા દુર્ગા પાડા પર પ્રસ્થાન કરશે
આ વર્ષે માતા દુર્ગા પાડા પર બેસીને વિદાય થશે. એવું માનવામાં આવે છે કે દુર્ગા પૂજા દરમિયાન, પૃથ્વી પર માતા આ દુનિયામાં આવે છે અને દુર્ગા વિસર્જન સાથે, પૃથ્વી પરથી માતાની વિદાય થાય છે. માતા દુર્ગાનું આગમન અને પ્રસ્થાન ચોક્કસ જગ્યાએથી થાય છે. માતા દુર્ગાનું આગમન અને પ્રસ્થાન આવનારા સમય વિશે પણ સંકેત આપે છે, જેમ કે માતા દુર્ગાનું આગમન હાથી પર થયુ છે, તેથી તે ખેડૂતો માટે શુભ સંકેત છે, પરંતુ આ વર્ષે માતા દુર્ગાનું પ્રસ્થાન નવમીના દિવસે એટલે કે. 23મી ઓક્ટોબર, સોમવારે થઈ રહ્યું છે. મતલબ કે આ વખતે માતા દુર્ગા પાડા પર બેસીને વિદાય થશે જે સારો સંકેત નથી.
શું છે માન્યતા
ધાર્મિક માન્યતાઓ અનુસાર, જો દેવી દુર્ગા પાડા પર બેસીને વિદાય લે છે તો તે શુભ માનવામાં આવતું નથી. આ બીમારી સૂચવે છે. જ્યોતિષીઓ કહે છે કે જો મા દુર્ગા પાડા પર બેસીને પૃથ્વી પરથી વિદાય લઈ રહી છે. આનો અર્થ એ છે કે વધુ લોકો બીમાર થશે. લોકો તાવ, શરદી અને અન્ય રોગોનો ભોગ બનશે.ઘરોમાં તકરાર વધશે.આ ઉપરાંત ભવિષ્યમાં આવનારી પરેશાનીઓની ચેતવણી પણ માનવામાં આવે છે.