• આ લોકો ઝડપથી હાર માનતા નથી
  • તેઓ પારિવારિક સંબંધોમાં સામાન્ય હોય છે
  • પ્રેમ સંબંધ સ્થાયી હોતા નથી પણ ગૃહસ્થ જીવન સુખી રહે છે

અંક જ્યોતિષ જ્યોતિષની એક મહત્ત્વની શાખા માનવામાં આવે છે. અંક જ્યોતિષમાં કુલ 9 અંક આપવામાં આવ્યા છે. રાશિની જેમ તમામ અંકનો સ્વામી કોઈ ને કોઈ ગ્રહ હોય છે. તે ગ્રહના અંક જ્યોતિષમાં તે તત્વ સંબંધિત વ્યક્તિમાં તમારી જન્મ તિથિ અને ભાગ્યાંકમાં તમારી જન્મતિથિ, મહિનો અને વર્ષને જોડીને ગણતરી કરાય છે.

જેમકે

જો તમારો જન્મ 23 તારીખે થયો છે તો 2+3 = 5 થશે એટલે કે તમારો મૂળાંક 5 બનશે. આ રીતે તમારો મૂળાંક મેળવવા માટે તમારે જન્મ તારીખ, મહિનો અને વર્ષને જોડવાનું રહેશે. જો તમારો જન્મ 23/05/1998 એ થયો છે તો તમારો નંબર 2+3+0+5+1+9+9+8 = 37 મળે છે. 3+7 =10 અને 1+0 =1…. આ રીતે તમારો લકી નંબર 1 નક્કી થાય છે. આ રીતે જન્મ કોઈ પણ મહિનાની 5,14 કે 23 તારીખે થાય છે તો તેમનો લકી નંબર 5 રહે છે. આ લોકોનો પંચમ ભાવનો સ્વામી બુધ છે. જ્યોતિષમાં બુધને રાજ ગ્રહ માનવામાં આવે છે. આ શુભ તિથિવાળા લોકો પણ રાજસી હોય છે. શુભ અંક 5 વાળા લોકો વિચારમાં દ્રઢ નિશ્ચયી, બુદ્ધિમાન અને જીવનમાં સક્રિય હોય છે. શુભ અંક 5ના લોકો ઉર્જાનો મોટો સોર્સ હોય છે. આ અંકના લોકો નિર્ણય લેવામાં માહિર હોય છે. કોઈ પણ સ્થિતિમાં તેઓ તરત જ નિર્ણય લેનારા હોય છે.

મૂળાંક 5 વાળા લોકો વ્યવસાયી

મૂળાંક 5 વાળા લોકો ખૂબ જ હોશિયાર હોય છે. આ લોકો બિઝનેસ માઈન્ડના હોય છે અને સાથે અનેક કિસ્સામાં વ્યવહારિક રીતે વિચારે છે. તેમની પાસે મહાન સંચાર કૌશલ હોય છે. તેઓ પોતાની વાતથી કોઈને પણ સરળતાથી પ્રભાવિત કરી શકે છે. તેમના તર્ક પણ કમાલના હોય છે. તેનાથી આ લોકો ઝડપથી આગળ વધે છે. રોજગારના ક્ષેત્રમાં પોતાની ઉપલબ્ધિના કારણે તેઓ સારું કામ કરે છે. પરંતુ જો તેઓ વ્યવસાય કરે છે તો કોઈ મોટા વ્યવસાયી બની શકે છે. આ લોકો જલ્દી રૂપિયા કમાઈ શકે છે.

સરળતાથી હાર માનતા નથી

મૂળાંક 5ના લોકોની એક વિશેષતા છે કે તે પરિસ્થિતિનો સામનો સરળતાથી કરે છે અને હાર માનતા નથી. જો તમે દરેક કામને શાંતિથી ઉકેલવાની કોશિશ કરો તો તે સરળતાથી પાર પડે છે. તમારો ઉતાવળિયો સ્વભાવ તમારા માટે મુશ્કેલી લાવી શકે છે. જો તમે આ ખામીને પૂરી કરી લેશો તો અશક્યને શક્ય બનાવી શકો છો. તમારે નિયમિત રીતે ગણેશજીની પૂજા કરવી જોઈએ.

વ્યક્તિત્વ અને વૈવાહિક જીવન

મૂળાંક 5ના વ્યક્તિના વ્યક્તિગત જીવનની વાત કરીએ તો તેમના સંબંધો સામાન્ય હોય છે. તેમનો સારો સંબંધ 1, 3, 4, 5, 7 અને 9 મૂળાંક વાળા સાથે બની રહે છે. અંક શાસ્ત્રના અનુસાર મૂળાંક 5ના જાતકોના 2 લગ્ન થઈ શકે છે. તેમના પ્રેમ સંબંધ સ્થાયી હોતા નથી પણ તેમનું ગૃહસ્થ જીવન સુખી રહે છે.  

  • Follow us on: