શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એક શ્લોક છે “नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावक” એનો અર્થ છે આત્મા અમર છે તેને શસ્ત્ર કાપી નથી શકતુ, અગ્નિ સળગાવી નથી શકતી. આ શ્લોક અજર અમર અને શાશ્વત હોવાનું પ્રમાણ આપે છે. ગીતામાં કહેલી ભગવાન શ્રીકૃષ્ણની આ વાણી પોતેજ પોતાને સિદ્ધ કરી બતાવે છે.
ચમત્કારીક છે ભગવત ગીતા
અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના બાદ સમગ્ર દુનિયા જોતી રહી ગઇ સૌ કોઇએ એક ચમત્કાર જોયો, અમદાવાદના આ પ્લેન અકસ્માતમાં 265 લોકોએ જીવ ખોયો આંખના પલકારામાં બધુજ બળીને ખાખ થઇ ગયુ જો કે આ તમામ વચ્ચે ન સળગ્યુ કે ન નષ્ટ થયુ તે છે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું જ્ઞાન. ભગવત ગીતામાં લખેલુ છે કે આત્મા અમર છે તેને કોઇ સળગાવી કે નષ્ટ કરી ન શકે થયુ પણ અવુજ
તર્ક અને દલીલો કામે ન આવી
જ્યારે સમગ્ર વિસ્તાર આગથી સળગી ઉઠ્યો જ્યાં જીવન અશક્ય હતુ ત્યાં પવિત્ર શ્રીમદ્ ભગવદ્ ગીતા સહી સલામત મળી. આનાથી મોટો ચમત્કાર બીજો સું હોય શકે? ભગવાન સ્પષ્ટ સંદેશ આપી રહ્યા છે કે હે પામર મુરખ માનવી ગમે તેટલુ મથીસ કે પ્રયાસ કરીશ અંતે તો એ જ થશે જે નીયતીએ નક્કી કરેલુ છે. અનેક બુદ્ધિજીવીઓ માથુ ખંજવાળતા રહી ગયા એવા કેટલાય લોકો દિગ્મુઢ બની ગયા જે કહે છે કે અમે ક્યારેય કોઇ ચમત્કાર પર વિશ્વાસ નથી કરતા. 2000 ડિગ્રી તાપમાનમાં ભગવદ્ ગીતા હેમખેમ રહી.
नैनं छिद्रन्ति शस्त्राणि नैनं दहति पावक:।
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुत॥
ભગવદ્ ગીતાનો એક શ્લોક આજે માનીલો કે પ્રમાણ આપી રહ્યો છે. આત્માને કોઇ સળગાવી ન શકે, વસ્તુઓનો આ દેહનો નાશ થાય અગ્નિ, જળ, વાયુ, શસ્ત્ર કોઇ પણ આત્માનો નાશ ન કરી શકે. ગીતાનું બચી જવુ એ પરિવાર માટે શાત્વંના સમાન છે કે શોક કરવો વ્યર્થ છે. આ સાથે એક બીજો ચમત્કાર પણ એ થયો કે એકમાત્ર મુસાફર રમેશ વિશ્વાસ હેમખેમ બચી ગયો. આ તમામ વસ્તુઓ ભગવાન પોતાના હોવાનું સાક્ષાત પ્રમાણ આપી રહ્યા છે.