આ પર્વ ચૈત્ર શુક્લ પક્ષની નવમી તિથિએ આવે છે. વર્ષ 2026માં નવમી તિથિ 26 માર્ચ સવારે 11:48 વાગ્યાથી શરૂ થઈને 27 માર્ચ સવારે 10:06 વાગ્યા સુધી રહેશે. ઉદયાતિથિ મુજબ અયોધ્યા સહિત અનેક સ્થળોએ રામનવમી 27 માર્ચ 2026ના રોજ ઉજવાશે.
આ દિવસે પૂજાનું વિશેષ મહત્વ

આ પર્વ ચૈત્ર શુક્લ પક્ષની નવમી તિથિએ આવે છે. વર્ષ 2026માં નવમી તિથિ 26 માર્ચ સવારે 11:48 વાગ્યાથી શરૂ થઈને 27 માર્ચ સવારે 10:06 વાગ્યા સુધી રહેશે. ઉદયાતિથિ મુજબ અયોધ્યા સહિત અનેક સ્થળોએ રામનવમી 27 માર્ચ 2026ના રોજ ઉજવાશે.
આ દિવસે પૂજાનું વિશેષ મહત્વ છે. રામનવમીની પૂજાનું શુભ મુહૂર્ત સવારે 11:13 વાગ્યાથી બપોરે 1:41 વાગ્યા સુધી રહેશે, જ્યારે મધ્યાહ્નનો વિશેષ મુહૂર્ત બપોરે 12:27 વાગ્યાનો માનવામાં આવે છે. આ જ સમયે ભગવાન શ્રીરામનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે.
રામનવમીના દિવસે ભક્તો વહેલી સવારે ઊઠીને સ્નાન કરે છે અને સ્વચ્છ વસ્ત્રો પહેરે છે. ત્યારબાદ ઘરમાં અથવા મંદિરમાં ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની મૂર્તિ અથવા તસવીર સ્થાપિત કરીને પૂજા કરવામાં આવે છે. પૂજામાં ફૂલ, ફળ, ધૂપ, દીવો અને નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે. “શ્રી રામ જય રામ જય જય રામ” મંત્રનો જાપ કરવો ખૂબ શુભ માનવામાં આવે છે.
આ દિવસે ઉપવાસ રાખવાની પણ પરંપરા છે. કેટલાક લોકો નિર્જળ ઉપવાસ રાખે છે, જ્યારે કેટલાક ફળાહાર કરે છે. રામાયણનું પાઠ, સુંદરકાંડનું પાઠ અને ભજન-કીર્તન કરવું પણ ખૂબ ફળદાયક માનવામાં આવે છે. મંદિરોમાં ઝાંખીઓ સજાવવામાં આવે છે અને ભવ્ય શોભાયાત્રાઓ પણ કાઢવામાં આવે છે.
રામનવમીનો તહેવાર આપણને સત્ય, ધર્મ, મર્યાદા અને આદર્શ જીવન જીવવાની પ્રેરણા આપે છે. ભગવાન શ્રીરામના આદર્શોને અપનાવીને વ્યક્તિ પોતાના જીવનને સફળ અને સુખમય બનાવી શકે છે. આ પર્વ ભક્તિ અને સકારાત્મક ઊર્જાથી ભરપૂર છે.
આ પણ વાંચો: Numerology : આ 3 તારીખે જન્મેલી યુવતીઓ હોય ખુબ ભાગ્યશાળી, વૈભવ અને સુખ-સગવડમાં પસાર થાય જીવન
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)