આ ગ્રંથ ભગવાન વિષ્ણુ અને તેમના વાહન ગરુડ વચ્ચેના સંવાદ સ્વરૂપે લખાયેલો છે. તેમાં જીવન, મૃત્યુ અને મૃત્યુ પછીની યાત્રા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. ખાસ કરીને આ ગ્રંથ કર્મોના ફળ, સ્વર્ગ-નરક, પાપ-પુણ્ય અને આત્માની સ્થિતિ વિશે સમજાવે છે.


માણસના સારા અને ખરાબ કર્મોના શું પરિણામ થાય 

ગરુડ પુરાણમાં એ પણ જણાવાયું છે કે માણસના સારા અને ખરાબ કર્મોના શું પરિણામ થાય છે અને મૃત્યુ પછી આત્માને કઈ-કઈ અવસ્થાઓમાંથી પસાર થવું પડે છે. તેથી જ હિંદુ પરંપરામાં કોઈ વ્યક્તિના અવસાન પછી આ ગ્રંથના પાઠ કરવામાં આવે છે, જેથી આત્માને શાંતિ મળે અને પરિવારને જીવનના સત્યનું જ્ઞાન મળે.

ગરુડ પુરાણમાં સંસ્કાર સંબંધિત વાતોનો પણ ઉલ્લેખ

આ ઉપરાંત, ગરુડ પુરાણમાં સંસ્કાર સંબંધિત વાતોનો પણ ઉલ્લેખ છે, જેમાં સૌથી મહત્વપૂર્ણ છે અંતિમ સંસ્કાર. એટલે કે જ્યાંથી વ્યક્તિની અંતિમ યાત્રા શરૂ થાય છે. આ ગ્રંથ મુજબ, મૃત્યુ પછી કરવામાં આવતા કર્મકાંડોમાં અંતિમ સંસ્કારનું વિશેષ મહત્વ છે. માનવામાં આવે છે કે યોગ્ય વિધિથી કરાયેલ અંતિમ સંસ્કાર આત્માને શાંતિ આપે છે અને તેને મોક્ષ તરફ આગળ વધવામાં મદદ કરે છે.

શું માત્ર પુત્રને જ અધિકાર હોય છે?

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે મુખાગ્નિ આપવાનો અધિકાર માત્ર પુત્રને જ હોય છે, પરંતુ ગરુડ પુરાણમાં આવું કોઈ કડક નિયમ નથી. પરિસ્થિતિ મુજબ પરિવારના અન્ય સભ્યો પણ આ જવાબદારી નિભાવી શકે છે. જો કોઈ વ્યક્તિનો પુત્ર ન હોય, તો આ જવાબદારી પહેલા તેના પૌત્ર અથવા પ્રપૌત્રને આપવામાં આવે છે. જો તેઓ પણ ન હોય, તો ભાઈ, ભત્રીજો અથવા નજીકના સગા અંતિમ સંસ્કાર કરી શકે છે.

પત્ની અને દીકરી પણ કરી શકે છે અંતિમ સંસ્કાર

ગરુડ પુરાણ અનુસાર, જો મૃતકનો પુત્ર ન હોય, તો તેની પત્નીને પણ મુખાગ્નિ આપવાનો અને શ્રાદ્ધ કરવાનો અધિકાર છે. આજકાલ દીકરીઓ પણ આ જવાબદારી નિભાવી રહી છે. ક્યાંય સ્પષ્ટ રીતે એવું કહેવાયું નથી કે દીકરી અંતિમ સંસ્કાર કરી શકતી નથી, તેથી તે પણ સંપૂર્ણ વિધિ મુજબ આ કર્મ કરી શકે છે


આ પણ વાંચો: Surya Gochar: વૈભવકારક ગ્રહ શુક્રની રાશિમાં સૂર્યનો પ્રવેશ આ રાશિના ખુલશે કિસ્મતના દ્વાર

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)


  • Follow us on: