ગ્રહોની ચાલ સતત બદલાતી રહે છે, જેના પ્રભાવ વ્યક્તિની કુંડળી, વ્યક્તિત્વ અને જીવનની દરેક પરિસ્થિતિમાં જોવા મળે છે. આવો જ એક મહત્વપૂર્ણ ગ્રહ પરિવર્તન જૂન મહિનામાં થવાનું છે, જેનો પ્રભાવ માત્ર 12 રાશિઓ પર જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ જોવા મળી શકે છે.
દેવગુરુ બૃહસ્પતિ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે.
દેવગુરુ બૃહસ્પતિ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. ગુરુના આ રાશિ પરિવર્તનથી મીન રાશિમાં સ્થિત શનિ પર તેમની દૃષ્ટિ પડશે. એટલું જ નહીં, જ્યારે ગુરુની દૃષ્ટિ શનિ પર પડશે ત્યારે મંગળની દૃષ્ટિનો પ્રભાવ પણ વધુ જોવા મળશે. આવી સ્થિતિમાં મેષથી લઈને મીન રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક તેમજ નકારાત્મક બંને પ્રકારના ફેરફારો જોવા મળી શકે છે. આ વિશ્લેષણ ચંદ્ર રાશિના આધાર પર કરવામાં આવ્યું છે.
વૈદિક જ્યોતિષ મુજબ દેવગુરુ બૃહસ્પતિ 2 જૂનના રોજ સવારે 02:25 વાગ્યે કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને 31 ઓક્ટોબર સુધી આ જ રાશિમાં રહેશે. ત્યારબાદ તેઓ સિંહ રાશિમાં ગોચર કરશે.
ગુરુની શનિ પર દૃષ્ટિથી આ રાશિઓ પર અસર
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે ગુરુનું કર્ક રાશિમાં ગોચર ખૂબ લાભદાયક સાબિત થઈ શકે છે. ગુરુ ચોથા ભાવમાં ગોચર કરશે. શનિ પર ગુરુની દૃષ્ટિ પડવાથી જીવનના અનેક ક્ષેત્રોમાં રાહત મળી શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ દૂર થઈ શકે છે. માનસિક તણાવમાંથી પણ મુક્તિ મળી શકે છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિ માટે આ પરિવર્તન અત્યંત શુભ અને અચાનક લાભ આપનારું માનવામાં આવે છે. ગુરુ ત્રીજા ભાવમાં રહેશે અને શનિ અગિયારમા ભાવમાં સ્થિત છે. જેના કારણે ભાગ્યનો પૂરતો સાથ મળી શકે છે. પ્રગતિના નવા રસ્તા ખુલશે અને સફળતાના અવસર મળશે.
મિથુન રાશિ
મિથુન રાશિના જીવનમાં ખુશીઓનું આગમન થઈ શકે છે. ગુરુ બીજા ભાવમાં ગોચર કરશે, જેના કારણે ધન, વાણી અને કરિયરમાં સફળતા મળી શકે છે. શનિ દસમો ભાવમાં હોવાથી કરિયર ક્ષેત્રે પણ મોટો લાભ મળી શકે છે. કામની પ્રશંસા સાથે માન-સન્માનમાં વધારો થશે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે આ સમય ખૂબ લાભદાયક રહેશે. ગુરુ બૃહસ્પતિ હંસ રાજયોગનું નિર્માણ કરશે, જેના કારણે માન-સન્માન, પદ અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. સમાજમાં ઓળખ મજબૂત બનશે.
સિંહ રાશિ
સિંહ રાશિના લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ હવે દૂર થઈ શકે છે. ભવિષ્યને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. જીવનમાં સ્થિરતા અને આત્મવિશ્વાસ વધશે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોને આવકના ક્ષેત્રમાં મોટો લાભ મળી શકે છે. ગુરુ અગિયારમા ભાવમાં હોવાથી લાંબા સમયથી અટકેલી ઇચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. વૈવાહિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે અને માનસિક રીતે વધુ મજબૂત અનુભવશો.
આ પણ વાંચો : Surya Grahan 2026: કર્ક રાશિમાં થશે લાંબુ સૂર્ય ગ્રહણ, આ રાશિએ જરા સંભાળવુ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)













