શ્રાવણ મહિનામાં આવતું આ ગ્રહણ ખગોળીય અને આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ ખાસ માનવામાં આવે છે, જેના કારણે દેશ-વિદેશ અને તમામ રાશિઓ પર તેનો પ્રભાવ પડશે.
કર્ક રાશિ અને આશ્લેષા નક્ષત્ર પર પ્રભાવ
આ ગ્રહણ ખાસ કરીને કર્ક રાશિમાં લાગતું હોવાથી, જેના સ્વામી ચંદ્ર છે, આ રાશિના લોકો માટે માનસિક અસ્વસ્થતા અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. અશ્લેષા નક્ષત્રના કારણે ચિંતા અને તણાવ વધવાની શક્યતા છે. આ દરમિયાન ધીરજ રાખવી અને વિવાદોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.
આ રાશિઓએ રહેવું પડશે સાવધાન
જ્યોતિષ મુજબ કર્ક સિવાય મેષ, તુલા અને મકર રાશિના લોકો માટે આ સમય પડકારજનક રહી શકે છે.
કર્ક (Cancer): ગ્રહણ આ જ રાશિમાં હોવાથી માનસિક તણાવ અને આરોગ્યમાં ઘટાડો થઈ શકે છે. અકસ્માતના સંકેતો પણ બની શકે છે.
મેષ (Aries): પરિવારિક ઝઘડા અને માતાની તબિયતને લઈને ચિંતા વધી શકે છે. મિલકતના વિવાદોથી દૂર રહેવું।.
તુલા (Libra): કાર્યક્ષેત્રમાં અપમાન અથવા નોકરી ગુમાવવાનો ભય થઈ શકે છે. આર્થિક રોકાણ ટાળવું.
મકર (Capricorn): દાંપત્ય જીવનમાં તણાવ અને ભાગીદારીના વ્યવસાયમાં નુકસાનની શક્યતા છે.
આ રાશિઓ માટે શુભ પરિણામ
બધી રાશિઓ માટે આ ગ્રહણ નકારાત્મક નથી. મિથુન, કન્યા અને મીન રાશિના લોકો માટે આ ગ્રહણ લાભદાયક સાબિત થઈ શકે છે. વેપારમાં વૃદ્ધિ, અટકેલા પૈસા મળવા અને કાર્યસ્થળે માન-સન્માન વધવાના યોગ છે.
ગ્રહણનો સમય અને સૂતક કાળ
આ ગ્રહણ ભારતીય સમય મુજબ રાત્રે શરૂ થશે. શાસ્ત્રો અનુસાર સૂર્ય ગ્રહણનો સૂતક કાળ ગ્રહણ શરૂ થવાના 12 કલાક પહેલા લાગી જાય છે. જોકે ભારતમાં રાત્રિના કારણે આ ગ્રહણ દેખાશે નહીં, એટલે અહીં સૂતકના કડક નિયમો લાગુ નહીં થાય.
ઉપાય અને દાન
ગ્રહણના નકારાત્મક પ્રભાવથી બચવા માટે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો. ગ્રહણ પૂર્ણ થયા પછી પોતાની ક્ષમતા મુજબ ઘઉં, તાંબું અથવા ગોળનું દાન કરવું શુભ માનવામાં આવે છે. ગર્ભવતી મહિલાઓએ આ દરમિયાન ખાસ ધ્યાન રાખવું અને ભગવાનનું સ્મરણ કરવું જોઈએ.
આ પણ વાંચો: Garud Puran: શું ફક્ત પુત્ર જ આપી શકે મુખાગ્નિ ?, જાણીલો ગરૂડ પુરાણના નિયમ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)