વૈજ્ઞાનિક દૃષ્ટિએ આ એક કુદરતી પ્રક્રિયા છે, જે અમાસના દિવસે બને છે. જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં આવી જાય છે ત્યારે સૂર્ય ગ્રહણ થાય છે. પરંતુ હિંદુ પૌરાણિક માન્યતાઓમાં સૂર્ય ગ્રહણને રાહુ અને કેતુ સાથે જોડવામાં આવે છે. કથા મુજબ સમુદ્ર મન્થન સમયે દેવતાઓ અને અસુરો વચ્ચે અમૃત મેળવવા માટે સ્પર્ધા ચાલી રહી હતી.


ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કરીને દેવતાઓને અમૃત વહેંચવાનું શરૂ કર્યું

જ્યારે અમૃત પ્રગટ થયું ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કરીને દેવતાઓને અમૃત વહેંચવાનું શરૂ કર્યું. તે સમયે એક અસુર દેવતાનું રૂપ ધારણ કરીને અમૃત પી ગયો.

સૂર્ય અને ચંદ્રે તે અસુરને ઓળખી લીધો

સૂર્ય અને ચંદ્રે તે અસુરને ઓળખી લીધો અને ભગવાન વિષ્ણુને તેની જાણ કરી. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી તેનું મસ્તક શરીરથી અલગ કરી દીધુ. પરંતુ અમૃતની કેટલીક બૂંદો તેના ગળામાંથી નીચે ઉતરી ગઈ હતી, તેથી તે અમર થઈ ગયો. તેનુ મસ્તક ‘રાહુ’ અને ધડ ‘કેતુ’ તરીકે ઓળખાયો.

થોડા સમય બાદ સૂર્ય અને ચંદ્ર ફરીથી દેખાવા લાગે છે

પૌરાણિક માન્યતા મુજબ સૂર્ય અને ચંદ્ર દ્વારા ઓળખ કરવામાં આવતા ક્રોધિત થયેલો રાહુ સમયાંતરે સૂર્ય અને ચંદ્રને ગ્રસે છે, જેના કારણે ગ્રહણ લાગે છે. પરંતુ તે તેમને સંપૂર્ણ રીતે ગળી શકતો નથી, તેથી થોડા સમય બાદ સૂર્ય અને ચંદ્ર ફરીથી દેખાવા લાગે છે.

આ રીતે વૈજ્ઞાનિક કારણો સાથે સાથે સૂર્ય ગ્રહણને લગતી ધાર્મિક અને પૌરાણિક કથાઓ પણ પ્રચલિત છે, જે તેને રહસ્યમય અને મહત્વપૂર્ણ બનાવે છે.

આ પણ વાંચો: Surya Grahan 2026: શનિની રાશિમાં થશે સૂર્ય ગ્રહણ, રચાશે ખુબજ દુર્લભ સંયોગ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)


  • Follow us on: