આ દરમિયાન ગ્રહોની ઉગ્ર સ્થિતિને કારણે નકારાત્મક પ્રભાવ વધવાની શક્યતા રહે છે. વર્ષ 2026માં 24 ફેબ્રુઆરીથી હોળાષ્ટક શરૂ થઈ ગયું છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ સમય હોલિકા દહન સુધી રહે છે. આ દરમિયાન ત્રણ રાશિના લોકો માટે ખાસ સાવચેત રહેવું જરૂરી માનવામાં આવે છે. ખાસ કરીને કરિયર અને રોકાણ સંબંધિત મોટા નિર્ણયો ન લેવો વધુ યોગ્ય ગણાય છે. ચાલો જાણીએ કે હોળી સુધી કઈ રાશિઓએ સાવધાન રહેવું જોઈએ.


હોળાષ્ટકનો સમય કેમ ખાસ માનવામાં આવે છે?

જ્યોતિષ મુજબ હોળાષ્ટકના આઠ દિવસ દરમિયાન અલગ-અલગ ગ્રહોની સ્થિતિ ઉગ્ર માનવામાં આવે છે. અષ્ટમીથી પૂર્ણિમા સુધી ચંદ્ર, સૂર્ય, શનિ, શુક્ર, ગુરુ, બુધ, મંગળ અને રાહુનો પ્રભાવ ક્રમશઃ વધતો જાય છે. તેથી આ સમય દરમિયાન નવા અને શુભ કાર્યો ટાળવાની પરંપરા છે. માન્યતા છે કે આ સમયમાં માનસિક અસ્થિરતા, વિવાદ અને આર્થિક ગૂંચવણો વધી શકે છે.

કર્ક રાશિ-માનસિક દબાણ

કર્ક રાશિના જાતકોને આ સમયમાં તણાવ અને ગૂંચવણનો સામનો કરવો પડી શકે છે. મહત્વના કામોમાં વિલંબ થઈ શકે છે અને સંબંધોમાં તણાવ આવી શકે છે. રોકાણમાંથી અપેક્ષિત લાભ ન મળવાથી મન ચિંતિત રહી શકે છે. કાર્યક્ષેત્રમાં દબાણ વધશે, તેથી ધીરજ અને સંયમ રાખવો જરૂરી છે.

તુલા રાશિ -લેવડદેવડમાં સાવચેતી

તુલા રાશિના લોકો નવા લોકો પર આંખ મીંચીને વિશ્વાસ ન કરે તે સારું. પૈસાની લેવડદેવડમાં ખાસ સાવચેતી રાખવી અને અનાવશ્યક ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. પરિવારિક જીવનમાં ગેરસમજ ઊભી થઈ શકે છે. સરકારી કામકાજ અથવા દસ્તાવેજી પ્રક્રિયામાં વિલંબ શક્ય છે, તેથી દરેક પગલું વિચારપૂર્વક ભરવું.

કુંભ રાશિ -ધીરજથી નિર્ણય લો

કુંભ રાશિના જાતકો માટે આ સમય થોડો પડકારજનક રહી શકે છે. વાહન ચલાવતા સમયે સાવચેતી રાખો અને નવા કાર્યની શરૂઆત હાલ ટાળો. નાણાકીય મામલાઓમાં સજાગ રહો. ગૃહપ્રવેશ અથવા મોટા નિર્ણયો હોળી પછી લેવો વધુ યોગ્ય રહેશે. કાર્યક્ષેત્રમાં ફેરફારની સ્થિતિ બની શકે છે, તેથી શાંત મનથી નિર્ણય લેવો જરૂરી છે.

આ પણ વાંચો: Shani dev : મીન રાશિમાંથી મેષ રાશિમાં ગોચર કરશે શનિદેવ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)


  • Follow us on: