માન્યતા મુજબ હોળાષ્ટક દરમિયાન નકારાત્મક શક્તિઓ સક્રિય રહેતી હોવાથી આ સમયગાળા દરમિયાન શુભ અને માંગલિક કાર્યો કરવાનું ટાળવામાં આવે છે. આ 8 દિવસોમાં અલગ-અલગ ગ્રહોની ઉગ્ર સ્થિતિ પણ માનવામાં આવે છે. ચાલો જાણીએ કે કયા દિવસે કયો ગ્રહ ઉગ્ર રહે છે અને તેને શાંત કરવા શું ઉપાય કરવો.
હોળાષ્ટકમાં કયા દિવસે કયો ગ્રહ ઉગ્ર?
24 ફેબ્રુઆરી 2026 અષ્ટમી ચંદ્ર ઉગ્ર
ઉપાય: ચંદ્ર મંત્રનો જપ કરો. ભગવાન શિવની ઉપાસના અને શિવ મંત્રનો જપ કરવાથી લાભ મળે છે.
25 ફેબ્રુઆરી 2026 નવમી સૂર્ય ઉગ્ર
ઉપાય: સૂર્યને જળ અર્પણ કરો. ઘઉં અને ગોળનું દાન કરવાથી સૂર્યની ઉગ્રતા ઘટે છે.
26 ફેબ્રુઆરી 2026 દશમ શનિ ઉગ્ર
ઉપાય: શનિ મંત્રનો જપ કરો. સરસવના તેલનું દાન અને જરૂરિયાતમંદોની મદદ કરવી શુભ માનવામાં આવે છે.
27 ફેબ્રુઆરી 2026 એકાદશી શુક્ર ઉગ્ર
ઉપાય: સ્ત્રીઓ સાથે સન્માનપૂર્વક વર્તવું. શુક્ર મંત્રનો જપ કરવાથી શુભ ફળ મળે છે.
28 ફેબ્રુઆરી 2026 દ્વાદશી ગુરુ ઉગ્ર
ઉપાય: ભગવાન વિષ્ણુની પૂજા કરો. પીળા વસ્ત્ર ધારણ કરો અને કેસરનો તિલક લગાવો.
1 માર્ચ 2026 ત્રયોદશી બુધ ઉગ્ર
ઉપાય: લીલા રંગના કપડાં પહેરો. ગાયને લીલું ચારો ખવડાવવાથી બુધ શાંત થાય છે.
2 માર્ચ 2026 ચતુર્દશી મંગળ ઉગ્ર
ઉપાય: હનુમાન ચાલીસાનું પાઠ કરો. મોટા ભાઈ-બહેનને ભેટ આપવી શુભ માનાય છે.
3 માર્ચ 2026 પૂર્ણિમા રાહુ ઉગ્ર
ઉપાય: રાહુ મંત્રનો જપ કરો. કાળા કૂતરાને રોટલી ખવડાવવાથી રાહુની ઉગ્રતા ઘટે છે.
આ પણ વાંચો: Ram Navami 2026 Date: ક્યારે છે રામ નવમી, જાણીલો પૂજા વિધિ અને ધાર્મિક મહત્ત્વ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)