શિવજીને ખુબજ પ્રિય એવો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ભક્તો શિવપૂજા કરી ધન્યતા અનુભવે છે. મહાદેવ જીવનના તમામ સંકટ દૂર કરે છે. શિવજીના 12 જિયોતિર્લિંગની સાધના-આરાધનાનું અત્યંત વિશેષ મહત્ત્વ છે. પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શિવજી જ્યાં જ્યાં પ્રકટ થયા ત્યાં 12 સ્થાન પર પવિત્ર જ્યોતિર્લિંગોના રૂપમાં પૂજા કરવામાં આવે છે.


આ જ્યોતિર્લિંગના દર્શન માત્રથી જીવનના તમામ કષ્ટ દૂર થાય છે

ઉજ્જૈનમાં મહાકાલ, ઓમકારેશ્વરમાં મામલેશ્વર; પરલ્યાં વૈદ્યનાથં ચ ડાકિન્યાં ભીમશંકરમ્, સેતુબન્ધે તુ રામેશં નાગેશં દારુકાવને, વારાણસ્યાં તુ વિશ્વેશં ત્ર્યમ્બકં ગૌતમીતટે, હિમાલયે તુ કેદારં ઘુશ્મેશં ચ શિવાલયે, એતાનિ જ્યોતિર્લિંગાનિ સાયં પ્રાતઃ પઠેન્નરઃ, સપ્તજન્મકૃતં પાપં સ્મરણેન વિનશ્યતિ, એતેશાં દર્શનાદેવ પાતકં નૈવ તિષ્ઠતિ, કર્મક્ષયો ભવેત્તસ્ય યસ્ય તુષ્ટો મહેશ્વરાઃ

આ જ્યોતિર્લિંગના દર્શન માત્રથી જીવનના તમામ કષ્ટ દૂર થાય છે. આજે આપણે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગનો મહિમા જાણીએ.

 મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની શું છે કથા?

મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્રપ્રદશેના નંદયાલ જિલ્લાના શ્રીશૈલમ નગરમાં સ્થિત છે. માન્યતા છે કે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન માત્રથી તમામ પાપથી મુક્તિ મળે છે. શ્રીશૈલમ નગરમાં સ્થિત આ મંદિર દક્ષિણનું કૈલાશ માનવામાં આવે છે.

 શ્રી ગણેશજીના પહેલા વિવાહ થઇ જતા કાર્તિકેય ગુસ્સામાં હતા

શિવપુરાણ અનુસાર શ્રીકોટિપરૂદ્ર સંહિતાના પંદરમાં અધ્યાયમાં આપવામાં આવેલી કથા અનુસાર, શ્રી ગણેશજીના પહેલા વિવાહ થઇ જતા કાર્તિકેય ગુસ્સામાં હતા, તેમના માતા-પિતા શિવ-પાર્વતીજીએ ખુબજ દુખી થઇને બંનેએ સ્વયં ક્રૌચ પર્વત પર જવાનો નિર્ણય લીધો.

જ્યારે કાર્તિકેયને ખબર પડી કે તેમના માતા-પિતા આવી ગયા છે, તો તેઓ એ જગ્યા પરથી દૂર થઇ ગયા. આથી ભગવાન શિવજીને જ્યોતિર્લિંગના રૂપમાં પ્રકટ થઇ એ પર્વત પર મલ્લિકાર્જુન નામથી નિવાસ કર્યો. મલ્લિકાનો અર્થ થાય છે માતા પાર્વતી, અર્જુન શિવજીનું નામ છે. આ રીતે શિવપાર્વતીનો અહી વાસ થાય છે. જે પણ અહી દર્શન કરે છે તેમની પૂજા જરૂર સફળ થાય છે.

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.

  • Follow us on: