આ સમય દરમિયાન કોઈપણ પ્રકારના માંગલિક કાર્ય, જેમ કે લગ્ન, ગૃહપ્રવેશ, મુસાફરી અથવા મોટા રોકાણ જેવા કાર્ય કરવામાં આવતા નથી. માન્યતા છે કે આ સમયગાળા દરમિયાન કરાયેલા કાર્યનું પરિણામ અશુભ અથવા અવરોધોથી ભરેલું હોઈ શકે છે.


 પંચકનો સંબંધ ચંદ્રના નક્ષત્ર ગોચર સાથે હોય છે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પંચકનો સંબંધ ચંદ્રના નક્ષત્ર ગોચર સાથે હોય છે. જ્યારે ચંદ્ર નિશ્ચિત ક્રમમાં પાંચ નક્ષત્રો ધનિષ્ઠા, શતભિષા, પૂર્વભાદ્રપદ, ઉત્તરભાદ્રપદ અને રેવતીમાં પ્રવેશ કરે છે, ત્યારે તે સમયગાળાને પંચક કહેવામાં આવે છે. આ અવધિ સામાન્ય રીતે પાંચ દિવસ સુધી ચાલે છે અને દર મહિને આવી સ્થિતિ બને છે.

રવિવારના દિવસે શરૂ થતા રોગ પંચક કહેવાશે

10મેથી પંચકની શરૂઆત થઈ ગઈ છે. આ અવધિ 14 મે 2026, ગુરુવારની રાત્રે 10 વાગીને 34 મિનિટે સમાપ્ત થશે. આ વખતે પંચક રવિવારના દિવસે શરૂ થયા હોવાથી તેને રોગ પંચક કહેવામાં આવે છે. રોગ પંચકને ખાસ કરીને સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી સંવેદનશીલ માનવામાં આવે છે.

રોગ પંચક દરમિયાન આરોગ્યનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. આ સમયગાળામાં જૂની બીમારીઓ ફરીથી ઉભી થઈ શકે છે અથવા નવી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. તેથી તણાવ, અનિયમિત જીવનશૈલી અને બેદરકારીથી બચવું જોઈએ. ખોરાક પર ધ્યાન આપવો અને પૂરતો આરામ કરવો ખૂબ જ જરૂરી માનવામાં આવે છે.

જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ સમયગાળામાં માનસિક શાંતિ જાળવવી ખૂબ જ જરૂરી છે. નકારાત્મક વિચારો અને ક્રોધથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. ધાર્મિક ઉપાયોમાં દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે, જે માનસિક શક્તિ વધારે છે અને નકારાત્મક અસર ઘટાડે છે.

જો કે આધુનિક દૃષ્ટિકોણથી તેને એક માન્યતા તરીકે જોવામાં આવે છે, પરંતુ ઘણા લોકો પરંપરાગત રીતે પંચકના નિયમોનું પાલન કરે છે અને આ સમય દરમિયાન સાવચેતી રાખે છે.

આ પણ વાંચો : Grahan 2026: મંદિરના કપાટ બંધ થવાથી લઇને ખાનપાનના નિયમ, ગ્રહણ લાગતા જ થાય આ ફેરફાર

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)


  • Follow us on: