રક્ષાબંધનનો તહેવાર હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે. ભારતીય પંચાંગ અનુસાર, આ તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિએ આવે છે. રક્ષાબંધન પર બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે અને ભાઇના સુખ અને સમૃદ્ધિની કામના કરે છે. ભાઈઓ તેમની બહેનોનું રક્ષણ કરવાનું વચન આપે છે. ભાઇ-બહેનના પવિત્ર પ્રેમનું આ પર્વ સમગ્ર દુનિયામાં ખુબજ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે.
રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત
ઉદય તિથિને ધ્યાનમાં રાખીને, રક્ષાબંધનનો તહેવાર 09 ઓગસ્ટ, શનિવારના રોજ ઉજવવામાં આવશે. રક્ષાબંધનના દિવસે એટલે કે 09 ઓગસ્ટના રોજ, ભદ્રા સૂર્યોદય પહેલા સમાપ્ત થશે. આ વખતે રક્ષાબંધન પર ભદ્રાનો ઓછાયો રહેશે નહીં. આ દિવસે રાખડી બાંધવાનો શુભ સમય કંઈક આ પ્રકારનો રહેશે -
રાખડી બાંધવાનો શુભ સમય - સવારે 06:17 થી બપોરે 01:24 વાગ્યા સુધી અને સાંજે 4થી 6નો સમય શ્રેષ્ઠ રહેશે
રક્ષાબંધને કરો બસ આટલુ
રક્ષાબંધનના દિવસે, તાંબાના વાસણમાં પાણી, રોલી અને ફૂલો મૂકીને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો. આમ કરવાથી વ્યક્તિનું ભાગ્ય મજબૂત બને છે. તમારા દેવતાની પણ પૂજા કરો. ઘણા લોકો આ દિવસે પહેલા પોતાના દેવતાને રાખડી બાંધે છે અને ત્યારબાદ બીજાને રાખડી બાંધવામાં આવે છે. આ દિવસે, દેવી લક્ષ્મીની યોગ્ય રીતે પૂજા કરો અને દેવીને ખીર અર્પણ કરો. આમ કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ રહે છે.