હિંદુ ધર્મમાં એકાદશીનું અનેરુ મહત્વ છે. ચોમાસાની તો અગિયારસ મોટાભાગે બધા કરવાનો આગ્રહ રાખે છે. અગિયારસનું વ્રત ભગવાન નારાયણને સમર્પિત છે. વિષ્ણુ ભગવાનની કૃપા મેળવવા માટે એકાદશી કરવામાં આવે છે. વિષ્ણુ દેવ ત્રિદેવમાંથી એક છે. તેઓ સૃષ્ટિના પાલનહાર છે. ત્યારે આવો જાણીએ ઓગષ્ટ માસમાં આવી રહેલી પુત્રદા એકાદશીનું વ્રત કયા દિવસે કરવુ અને કેવી રીતે કરવુ તે વિશે જાણીએ.
એકાદશી વ્રત એક મહત્વપૂર્ણ વ્રત છે. દર મહિને બે એકાદશીના વ્રત હોય છે. હિન્દુ કેલેન્ડર મુજબ એકાદશી 11મા દિવસે ઉજવવામાં આવે છે. પહેલા કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ આવે છે અને બીજું શુક્લ પક્ષની એકાદશી આવે છે. વર્ષમાં કુલ 24 એકાદશીના વ્રત હોય છે. એકાદશીનું વ્રત રાખવાથી ભક્તોને સુખ, સમૃદ્ધિ અને મોક્ષ મળે છે.
પુત્રદા એકાદશીનું વ્રત કેમ રાખવામાં આવે છે ?
વર્ષમાં બે વાર આવતી એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. શ્રાવણ અને પોષ મહિનામાં પુત્રદા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. તેના નામ પ્રમાણે આ એકાદશી વ્રત પુત્ર કે બાળકના જન્મ માટે રાખવામાં આવે છે.
શ્રાવણ મહિનામાં આવતી પુત્રદા એકાદશી ભગવાન વિષ્ણુ તેમજ ભગવાન શિવને સમર્પિત છે, જ્યારે પોષ મહિનામાં આવતી એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ વ્રત નિઃસંતાન યુગલો દ્વારા પણ કરી શકાય છે જેઓ પુત્ર કે સંતાન ઇચ્છે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત રાખવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. શ્રાવણ મહિનામાં આવતી એકાદશીને પવિત્રા એકાદશી અને પવિત્રા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એકાદશીનું વ્રત દર વર્ષે જુલાઈ અથવા ઓગસ્ટ મહિનામાં પડે છે.
4 કે પછી 5 ઑગષ્ટ, ક્યારે છે એકાદશી ?
હિંદુ પંચાગ અનુસાર શ્રાવણ શુક્લ એકાદશીની શરૂઆત 4 ઓગષ્ટ 2025ના રોજ સવારે 11 વાગ્યેને 41 મિનિટથી થશે જ્યારે તેનું સમાપન 5 ઓગષ્ટે બપોરે 1 વાગેને 12 મિનિટ થશે. ઉગતિતિથિ માનીએ તો, 5 ઓગષ્ટે જ પુત્રદા એકાદશીનું વ્રત કરવુ શુભ માનવામાં આવે છે. આ દિવસે સવારે 5 વાગેને 45 મિનિટથી 11 વાગેને 23 મિનિટ સુધી રવિ યોગ રહેશે. આ શુભ યોગમાં પુત્રદા એકાદશીના દિવસે પૂજા પાઠ કરવુ શુભ માનવામાં આવે છે. જ્યારે 6 ઓગષ્ટે પારણા કરવામાં આવે છે.
(Disclaimer- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. અમે એટલે કે સંદેશ ન્યૂઝ ડિઝિટીલ ખાતરી આપી શકતા નથી કે તે સાચું અને સાબિત થયું છે. )