દુર્ગા પૂજા હિંદુ ધર્મનો પ્રમુખ તહેવાર છે. જે દેવી દુર્ગાનો મહિષાસુર પર વિજયનું પ્રતિક છે. આ મુખ્ય રૂપથી આસો મહિનામાં ઉજવવામાં આવે છે. જે 10 દિવસ સુધી ચાલે છે. આ ઉત્સવનું સમાપન વિજયાદશમી પર થાય છે. આ ઉત્સવ દરમિયાન દેવી દુર્ગાને પંડાલમાં સ્થાપિત કરવામાં આવે છે અને પૂજા કરવામાં આવે છે. આ તહેવાર શક્તિ, સાહસ અને સ્ત્રી શક્તિનું પ્રતિક છે.
દુર્ગા મહાઅષ્ટમી 2025
આ વર્ષે દુર્ગા અષ્ટમી 30 સપ્ટેમ્બર મંગળવારના રોજ આવે છે. નવરાત્રિના આઠમા દિવસે દેવી દુર્ગાના સ્વરૂપ મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. ઘણા લોકો આ દિવસે ઉપવાસ તોડે છે. આ દિવસે હોમ હવન કરવામાં આવે છે અને કન્યા પૂજન કરવામાં આવે છે. આ સમય દરમિયાનનવ છોકરીઓને સાચા હૃદય અને નિશ્ચયથી ભોજન કરાવવામાં આવે છે.
આ દિવસે ભક્તો દેવી દુર્ગાની મૂર્તિ અથવા ચિત્રનો અભિષેક કરે છે. આ તેમના મનની શુદ્ધિનું પ્રતિક છે. આ દિવસે લોકો દેવી દુર્ગાને ફૂલો, ચોખા, કુમકુમ, કપડાં, ઘરેણાં, ફળો અને મીઠાઈઓ અર્પણ કરે છે. ફૂલો ચઢાવતી વખતે, તેઓ મંત્રોચ્ચાર કરે છે અને આશીર્વાદ માંગે છે.
દુર્ગા અષ્ટમી પર શું કરવું જોઈએ?
આ દિવસે લોકો ગરબા નૃત્ય કરે છે. આ દિવસે શસ્ત્રોની પૂજા પણ કરવામાં આવે છે. કારણ કે આ દિવસે દેવી દુર્ગાના શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. આ દિવસે શસ્ત્રો અથવા યુદ્ધ કલાનો ઉપયોગ થતો હોવાથી આ દિવસને વીર અષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે.
દુર્ગા અષ્ટમી પર આટલુ ન કરો ?
સૌ પ્રથમ આ દિવસે દૂધનો ઉપયોગ કરવાનું ટાળો. જો તમે દૂધ ઉકાળી રહ્યા છો તો તે કાળજી રાખો કે દૂધ ઉભરાઇ ન જાય. આ દિવસે તેજસ્વી અને શુભ રંગો પહેરવાનો પ્રયાસ કરો. કાળા, સફેદ અને વાદળી રંગ પહેરવાનું ટાળો, કારણ કે આ એક શુભ તહેવાર છે.