- આજે આપણે જાણીએ કેવા સ્વપ્ન જોવાથી અશુભ ફળ મળશે
- ઘરની સુખ-સમૃદ્ધિ ખરાબ રીતે પ્રભાવિત થશે
- અથાક મહેનત કરવા છતાં પણ ઓછું ધન મળે છે
જ્યોતિષશાસ્ત્ર તથા અનેક પુરાણો અને સંહિતા ગ્રંથોમાં સ્વપ્નોનાં શુભાશુભ ફળનું વિસ્તૃત વર્ણન આપવામાં આવ્યું છે. અનેક વાર સ્વપ્નના માધ્યમથી આપણને ભવિષ્યમાં ઘટનારી શુભ અથવા અશુભ ઘટનાના સંકેત મળે છે. આજે આપણે જાણીએ કેવા સ્વપ્ન જોવાથી અશુભ ફળ મળશે.
અશુભ ફળદાયક સ્વપ્ન
વ્યક્તિને કોઈ પણ પ્રકારની વિપત્તિ કે કષ્ટ આવવાની શક્યતા રહે છે. સાપને પોતાની તરફ આવતો જોઈને ગભરાઈ જવું. પાણી પર તરતો સાપ જોવા મળવો, સાપને ઊડતો જોવો, સાપનાં જોડાંને હાથ-પગ પર લપેટાયેલા જોવું વગેરે કુંડળીમાં કાલસર્પ યોગ હોવાનાં પ્રતીક હોય છે.
આવું સ્વપ્ન જોનારે સાવધાન રહેવું જોઈએ
જો સ્વપ્નમાં કોઈ વ્યક્તિ પોતાને ચોખા (ભાત) ખાતાં જુએ તો તે વ્યક્તિને અલગઅલગ ઘણી નિષ્ફળતાઓ મળશે. સ્વપ્નમાં ચોખા જોવા મળે તો વ્યક્તિને અથાક મહેનત કરવા છતાં પણ ઓછું ધન મળે છે. ઘરની સુખ-સમૃદ્ધિ ખરાબ રીતે પ્રભાવિત થશે. જો તે વ્યક્તિ વેપાર કરતી હોય તો તેને નુકસાન ભોગવવું પડે છે. સ્વપ્નમાં વ્યક્તિ પોતાને ચાંદી ઓગાળતી જુએ તો તેને પોતાના લોકોથી જ નુકસાન થઈ શકે છે. મિત્રો સાથે વેર થવાની શક્યતા રહે છે. ચિંતાઓ અને દુ:ખમાં વધારો થાય છે.
સ્વપ્નમાં વ્યક્તિ પોતાને રોટલી બનાવતા જુએ તો તેને કોઈ રોગ થવાની શક્યતા રહે છે.
તેથી આવું સ્વપ્ન જોનારે સાવધાન રહેવું જોઈએ. સ્વપ્નમાં વ્યક્તિ પોતાને રોટલી બનાવતા જુએ તો તેને કોઈ રોગ થવાની શક્યતા રહે છે. સ્વપ્નમાં ભાલૂ જોવું એ તમારા માટે જરાય શુભ નથી. સ્વપ્નમાં દેવતાઓ, પિશાચો અને વિકરાળ રાક્ષસો, નર્કનાં દૃશ્યો અને બરફવર્ષા થતી જોવી અશુભ માનવામાં આવી છે.
અશુભ સ્વપ્નના ઉપાય
જો તમને સતત ખરાબ કે અશુભ સ્વપ્નો જોવા મળી રહ્યાં હોય તો તેનાં અશુભ ફળથી બચવા માટે નીચેના ઉપાયો લાભકારક સાબિત થશે. પોતાના ઈષ્ટદેવ અથવા ગુરુનું સ્મરણ કરવાથી પણ અશુભ સ્વપ્નનું અશુભ તત્ત્વ નષ્ટ થઈ જાય છે. ધર્મશાસ્ત્રો અનુસાર રાત્રે સૂતી વખતે પોતાના આરાધ્યનું સ્મરણ કરવાથી ખરાબ સ્વપ્નો આવતાં નથી.