• જો સ્વપ્નમાં તમને ઘુવડ દેખાય તો સમજી લો કે માતા લક્ષ્મીજી તમારા પર ખુબજ પ્રસન્ન છે
  • સ્વપ્નમાં સર્પ દેખાય તો સમજી લો કે ખુબ સારૂ થવાનુ છે
  • ગરૂડને ભગવાન વિષ્ણુની સવારી માનવામાં આવી છે જે પાલનહાર છે

આપણે ત્યાં કહેવત છે કે નાણા વગરનો નાથીયોને નાણે નાથાલાલ, જેના પર માતા લક્ષ્મીના ચાર હાથ હોય તેને ક્યારેય કોઇ મુશ્કેલી નડતી નથી. લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે અલગ અલગ ઉપાય કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક સચોટ ઉપાય દર્શાવાયા છે જેનાથી માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે. જો કે સ્વપ્ન શાસ્ત્ર અનુસાર માતા લક્ષ્મી પ્રસન્ન થવાના હોય તો તમને પહેલા જ સંકેત થવા લાગે છે કે માતા લક્ષ્મીજીની તમારા પર અમી દૃષ્ટી છે આજે આપણે આવાજ સંકેતની વાત કરીએ જેનાથી ખબર પડી જાય કે માતા લક્ષ્મીજી મહેરબાન થવાના છે.

ઘુવડ

જો સ્વપ્નમાં તમને ઘુવડ દેખાય તો સમજી લો કે માતા લક્ષ્મીજી તમારા પર ખુબજ પ્રસન્ન છે. તમારા પર માતા લક્ષ્મીજીની અમીટ દૃષ્ટી પડશે. લક્ષ્મીજીની વિશેષ કૃપા તમારા પર રહેશે. તમે ધાર્યુ નહી હોય તેવા કામ થવા લાગશે. ઘુવડને સ્વપ્નમાં જોવુ ખુબજ શુભ માનવામાં આવે છે.

સર્પ

સ્વપ્નમાં સર્પ દેખાય તો સમજી લો કે ખુબ સારૂ થવાનુ છે આમ તો સર્પને જોતા જ પરસેવો વળી જાય કેમકે તેની સાથે ડર જોડાયેલ છે પણ જો સ્વપ્નમાં તમને સર્પ દેખાય તો સમજી લો કે તમારા પર ધનવર્ષા થશે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર ધન આવવાના સંકેત ગણાય છે.

ગરૂડ

ગરૂડને ભગવાન વિષ્ણુની સવારી માનવામાં આવી છે જે પાલનહાર છે આથી સપનામાં ગરૂડ નજર આવે તો ભગવાન વિષ્ણુની કૃપા તમારા પર વરસશે. આનાથી એ સાબીત થશે કે તમે ટૂંક સમયમાં અમીર બની રહ્યા છો.

સોનુ

તમારા સપનામાં સોનુ દેખાય તો સમજી લો કે તમારો સુવર્ણ સમય આવી ગયો છે, તે તમારા જીવનમાં લક્ષ્મીના આવવાના સંકેત દર્શાવે છે. એવી માન્યતા છે કે સોનુ જોવુ મતલબ કે તમારા જીવનમાં પૌસાનો વરસાદ થશે. માતા લક્ષ્મી તમારા ઘરે પધરામણી કરશે

દિપક

હિંદુ ધર્મમાં દિપકનું વિશેષ મહત્ત્વ રહેલુ છે. દરેક તહેવાર પર દિપક પ્રગટાવવામાં આવે છે. સ્વપ્નમાં દિપક જોવાથી ખુબજ શુભ સંકેત છે. આનાથી સારા દિવસ આવવાના સંકેત છે. તમારૂ સુતેલુ ભાગ્ય જાગી ગયુ સમજો.


  • Follow us on: