- સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં ટ્રેનનું છૂટી જવુ અશુભ માનવામાં આવે
- જો તમે કોઇ ટ્રેનનો પીછો કરી રહ્યા છો તો તમને કોઇ મુશ્કેલી ઘેરી લેશે
- જો તમે સપનામાં ટ્રેન આગળ કૂદી પડો તો ખુબજ અશુભ સંકેત છે
દરેક માણસ કોઇને કોઇ સપના જુએ છે. સપના સારા-નરસા હોય છે. કહેવાય છે કે પરોઢે આવેલ સ્વપ્ન આવનારા ભવિષ્ય તરફ ઇશારો કરે છે. તો ક્યારેક અશુભ સંકેત દર્શાવી ભવિષ્ય તરફ આંગળી ચીંધે છે. કેટલાક સપનાઓ પોઝિટિવ અસર છોડી જાય છે. જીવનમાં નવો જોમ જુસ્સો ભરી જાય છે તો કેટલાક સપના મનને અશાંત કરી જાય છે. જો તમને સ્વપ્નમાં ટ્રેન કે બસ છુટતી દેખાય એટલે કે તમે ટ્રેન ચુકી જાઓ તો તેની કેવી અસર થશે.
સપનામાં ટ્રેન છૂટી જાય તો...
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં ટ્રેનનું છૂટી જવુ અશુભ માનવામાં આવે છે. તમારા પર મુશ્કેલીઓનો પહાડ તૂટી શકે છે. તમારા પર ચિંતાનો બોઝ વધી શકે છે. તમારા પૈસા ફસાઇ શકે છે તમે નાણાભીડ અનુભવશો. અટવાયેલા પૈસાના કારણે આર્થિક સંકટ અનુભવશો. રોકાણ કરતા સો વખત વિચારજો કેમકે આ સપનુ દર્શાવે છે કે આગામી સમયમાં તમે કોઇ સારી તક ગુમાવી દેશો. તમારા હાથમાં આવેલી સારી તક ચુકી જશો.
સપનામાં ટ્રેનમાં મુસાફરી કરવી
જો તમે સપનામાં ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો તો સમજો આવનારો સમય તમારા માટે ખુબજ શુભ માનવામાં આવશે. તમારી મનોકામના પૂર્ણ થઇ શકે છે. આકસ્મિક ધનલાભ થશે. અચાનક પ્રગતિના દ્વાર ખુલશે મનની મુંઝવણ દૂર થશે. અટકેલા કાર્ય પૂર્ણ થશે.
સપનામાં ટ્રેનનો પીછો કરવો
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર જો તમે કોઇ ટ્રેનનો પીછો કરી રહ્યા છો તો તમને કોઇ મુશ્કેલી ઘેરી લેશે. અસફળતા મળશે. કરેલા કાર્ય અધુરા રહી જશે. વેપાર-વ્યવસાય કરતા પહેલા ખુબ મોટી ખોટ જઇ શકે છે. આથી વહેવાર કરતા પહેલા સો વખત વિચારજો.
સપનામાં ટ્રેન આગળ કૂદવુ
જો તમે સપનામાં ટ્રેન આગળ કૂદી પડો તો ખુબજ અશુભ સંકેત છે. આનો સીધો મતલબ છે કે ધનનું નુકસાન થશે. કોઇ ખરાબ સમાચાર આવી શકે છે. કોઇ વાતથી ભયંકર માનસીક તણાવ અનુભવશો. તમારી કોઇ સાથે તકરાર થઇ શકે છે. વિવાદથી દૂર રહેવુ.
સપનામાં બસનું છુટી જવુ
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર બસ છૂટી જાય તેને પણ અશુભ માનવામાં આવે છે. આનો અર્થ છે તમારૂ કામ બનતુ બનતુ અટકી જશે. કોઇ કાર્યમાં સફળતા દૂર રહેશે.