• ધાર્મિક માન્યતા અનુસાર પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી જીવનમાં સુખ-શાંતિ આવે
  • પિતૃપક્ષમાં પીપળાને પાણી રેડવામાં આવે છે
  • રાત્રે પીપળાના ઝાડને સ્પર્શ ન કરવો જોઈએ

શાસ્ત્રોમાં પીપળાના વૃક્ષને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી હિન્દુ ધર્મમાં પીપળાના વૃક્ષની પૂજાનું ખૂબ મહત્વ છે. કારણ કે પૂજા વિધિ પીપળાના ઝાડ નીચે જ કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર દર શનિવારે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી જીવનમાં સુખ-શાંતિ આવે છે. ભગવાન કૃષ્ણએ જ્યારે વિરાટ સ્વરૂપ ધારણ કર્યુ ત્યારે અર્જુનને કહ્યુ હતુ કે વૃક્ષોમાં પીપળો હું છુ.

 પિતૃઓની પૂજામા પીપળો ખુબ મહત્ત્વ ધરાવે છે

પીપળાની પૂજા કરવામાં આવે છે પિતૃપક્ષમાં પીપળાને પાણી રેડવામાં આવે છે જેનાથી મૃતકના આત્માને શાંતિ મળે પિતૃઓના મોક્ષ માટે પિતૃઓની પૂજામા પીપળો ખુબ મહત્ત્વ ધરાવે છે. આમ છતા વડીલો કેમ કહે છે કે રાત્રે પીપળાના ઝાડ પર દુષ્ટ આત્માઓ રહે છે? રાત્રે પીપળાના ઝાડને સ્પર્શ ન કરવો જોઈએ. તમે આવી ઘણી વાતો સાંભળી હશે. પરંતુ આ બધી બાબતોનો વાસ્તવિક આધાર શું છે? શું આ ખરેખર સાચું છે કે માત્ર અફવા છે? આજે આપણે વિસ્તૃત રીતે જાણીએ.

વૈજ્ઞાનિક અભિગમ મુજબ

રાત્રે પીપળાના ઝાડ અથવા અન્ય ઝાડ નીચે સૂવું પ્રતિબંધિત છે કારણ કે વૃક્ષો રાત્રે હવામાં કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. જે માનવ શરીર માટે સારું નથી, લાંબા સમય સુધી કાર્બન ડાયોક્સાઇડ લેવાથી શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી શકે છે. એટલા માટે કહેવાય છે કે રાત્રે પીપળાના ઝાડની નજીક ન જવું જોઈએ.

શાસ્ત્રો અનુસાર

હિન્દુ ધર્મમાં પીપળાના વૃક્ષની પૂજાને પૂજનીય માનવામાં આવે છે. માન્યતા અનુસાર પીપળાના વૃક્ષને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે. પુરાણામાં કહેવાયુ છે કે પીપળાના થડની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. પીપળાના થડમાં ભગવાન વિષ્ણુ, પત્તાઓમાં તમામ દેવતાઓનો વાસ માનવામાં આવે છે. આથી પીપળાના વૃક્ષ નીચે રાત્રે સુવાથી નુકસાન થાય છે.

શું પીપળાના વૃક્ષ પર આત્માનો વાસ હોય છે ?

શાસ્ત્રો અનુસાર ફક્ત કલ્પનાઓથી એવુ માનવામાં આવે છે કે પીપળાના વૃક્ષમા ભૂતનો વાસ હોય છે. શાસ્ત્રોમાં પીપળાને દેવતાઓનુ વૃક્ષ કહેવામાં આવે છે. શાસ્ત્ર એ વાતને સત્ય નથી માનતુ કે પીપળાના વૃક્ષમાં આત્માનો વાસ હોય છે. જો કે વૈજ્ઞાનિક દૃષ્ટીકોણ અનુસાર રાત્રે પીપળાના વૃક્ષ પાસે જવાથી શરીરને નુકસાન થાય છે આથી લોકોના માનસ પર ભય છવાયેલો રહે આથી આપણે ત્યાં આવી ભ્રામક વાતોને શાસ્ત્રો સાથે જોડા દેવામાં આવે છે. જેથી લોકો ડરથી પીપળાના વૃક્ષથી દૂર રહે.


  • Follow us on: