• રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે
  • આ દિવસે, બહેનો તેમના ભાઈના કપાળ પર તિલક લગાવે છે 
  •  ભાઇના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે

ભાઈ-બહેનના પ્રેમ અને કર્તવ્યને સમર્પિત રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે, બહેનો તેમના ભાઈના કપાળ પર તિલક લગાવે છે અને ભાઇના કાંડા પર રાખડી બાંધે છે. ભાઇના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. જુગ જુગ જીઓ મારા વીરા કરીને ઓવારણા લે છે. સાદી ભાષામાં આ ઓવારણાને દુ:ખણા લીધા કહેવાય કહેવાય છે કે ભાઇના આ રીતે દુ:ખણા લેવાથી ભાઇ પર આવતી મુશ્કેલી દૂર થાય છે.

ભાઈઓ તેમની બહેનોને ઘણી બધી ભેટ આપે છે

આ સાથે, ભાઈઓ તેમની બહેનોને ઘણી બધી ભેટ આપે છે અને તેમના મુશ્કેલ સમયમાં તેમને સાથ આપવાનું વચન આપે છે. રક્ષાબંધનનો તહેવાર સોમવાર, 19 ઓગસ્ટ 2024ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે આ દિવસે સવારે ભદ્રાનો પડછાયો રહેશે. તેથી, બહેનો તેમના ભાઈઓના કાંડા પર બપોરે 1:30 વાગ્યા પછી જ રાખડી બાંધી શકશે. આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભાઈઓ આ દિવસે તેમના હાથમાં રાખડી બાંધે છે, પરંતુ ક્યારેક બીજા દિવસે તેને રસ્તા પર કે ગમે ત્યાં ફેંકી દે છે. શાસ્ત્રો અનુસાર આમ કરવું અશુભ છે. આવો જાણીએ રક્ષાબંધન પછી કેટલા દિવસો સુધી રાખડી બાંધવી અને રાખડીને છોડ્યા પછી શું કરવું જોઈએ…

રાખડી બાંધવા માટે રક્ષા બંધન 2024 મુહૂર્ત


રક્ષાબંધન પછી રાખડીનું શું કરવું?

ઓછામાં ઓછા 21 દિવસ સુધી રક્ષાબંધન પછી રાખડી બાંધવી જોઈએ. જો તમે 21 દિવસ સુધી રાખડી બાંધવા ન માંગતા ન હો તો શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સુધી તેને અવશ્ય બાંધો.

રાખડી ઉતાર્યા પછી તેને લાલ રંગના કપડામાં લપેટીને કોઈ પવિત્ર સ્થાન પર રાખો. રાખડીને ક્યાંય ફેંકવી જોઈએ નહીં. ફરી આવતા વર્ષે જ્યારે રક્ષાબંધન આવે ત્યારે જૂની રાખડીને પાણીમાં ડૂબાડી દેવી જોઈએ. જો રાખડી ઉતારતી વખતે ફાટી જાય તો તેને પાણીમાં વહાવી દેવી જોઇએ.

રાખડી બાંધતી વખતે ચહેરો આ દિશામાં રાખો

રાખડી બાંધતી વખતે ભાઈનું મુખ પૂર્વ તરફ અને બહેનનું મુખ પશ્ચિમ તરફ રાખવુ જોઈએ તેને શુભ માનવામાં આવે છે. ભાઇને તિલક લગાવો.


  • Follow us on: