• 6 જુલાઈથી શરૂ થયા છે પંચક
  • 10 જુલાઈ સાંજે 6.59 સુધી પંચક લાગૂ રહેશે
  • પહેલા સોમવારે સવારે 11.59-12.54 સુધીનો સમય પૂજા માટે શ્રેષ્ઠ

હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે, તેથી શિવભક્તો તેની આતુરતાપૂર્વક રાહ જુએ છે. 4 જુલાઈથી શ્રાવણનો પ્રારંભ થયો છે અને આવતીકાલે 10 જુલાઈ 2023ના રોજ ભોલેનાથની વિશેષ પૂજા સાથે શ્રાવણના પ્રથમ સોમવારનું વ્રત રાખવામાં આવશે. શ્રાવણના પહેલા સોમવારે દેશભરના મંદિરોમાં વહેલી સવારે ભીડ જોવા મળે છે. માનવામાં આવે છે કે શ્રાવણના સોમવારે ભગવાન શિવની પૂજા અને અભિષેક કરવાથી ઘણો ફાયદો થાય છે. પરંતુ આ વખતે શ્રાવણના પ્રથમ સોમવારે પંચક પર છવાયેલો રહેશે, આ સાથે જ લોકોના મનમાં શિવપૂજા અને જળાભિષેકને લઈને અનેક પ્રશ્નો છે. તો જાણો ક્યારથી શરૂ થયું છે પંચક અને ક્યારે સમાપ્ત થશે. આ સાથે તમે કયા મૂહૂર્તમાં પૂજા કરશો તો તમને તેનું યોગ્ય ફળ મળશે તે પણ.

શ્રાવણના પ્રથમ સોમવારે પંચકની છાયા

પંચક 6 જુલાઇ 2023 ના રોજ ગુરુવારે બપોરે 38 મિનિટે શરૂ થયું છે, જે 10મી જુલાઈ 2023 ના રોજ સાંજે 6:59 વાગ્યે સમાપ્ત થશે. એટલે કે 10 જુલાઇ 2023 શ્રાવણના પ્રથમ સોમવારે, પંચકની છાયા રહેશે. આવી સ્થિતિમાં લોકોના મનમાં આશંકા છે કે પંચકમાં શ્રાવણના સોમવારની પૂજા અને અભિષેક કેવી રીતે કરવો. જ્યોતિષના મતે ગુરુવારથી પંચક શરૂ થઈ ગયું હોવાથી તે નુકસાનકારક નથી. તેથી જ શ્રાવણના પ્રથમ સોમવારે પંચક પછી પણ લોકો કોઈપણ અવરોધ વિના ભગવાન શિવની પૂજા કરી શકશે.


પંચકના પ્રથમ સોમવારે શુભ યોગ અને પૂજા મુહૂર્ત

ભલે શ્રાવણના પહેલા સોમવારે પંચક જેવો અશુભ યોગ રચાઈ રહ્યો છે. આ સમયે સુકર્મ યોગ અને રેવતી નક્ષત્ર પણ હશે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ પણ શ્રાવણનો પ્રથમ સોમવાર છે. અષ્ટમી તિથિ પર રુદ્રાવતાર બાબા કાલ ભૈરવની પૂજા કરવામાં આવે છે. આ રીતે આ દિવસે શિવ ઉપાસનાનો વિશેષ સંયોગ છે.

રુદ્રાભિષેકનો શુભ સમય સવારથી સાંજે 06.43 સુધીનો

શ્રાવણના પ્રથમ સોમવારે બપોરે 12.34 વાગ્યાથી સુકર્મ યોગ છે, જે આખી રાત ચાલશે. આ દિવસનો શુભ મુહૂર્ત અથવા અભિજિત મુહૂર્ત સવારે 11.59 થી બપોરે 12.54 સુધીનો છે. બીજી તરફ, શ્રાવણના પહેલા સોમવારે શિવવાસ ગૌરી સાથે હોય છે અને જ્યારે શિવવાસ થાય ત્યારે જ રૂદ્રાભિષેક કરવામાં આવે છે. આવી સ્થિતિમાં શ્રાવણના પ્રથમ સોમવારે રુદ્રાભિષેકનો શુભ સમય 10 જુલાઈની સવારથી સાંજે 06.43 સુધીનો છે.

શિવલિંગ પર આ વસ્તુઓ અવશ્ય ચઢાવો

શિવલિંગનો જળાભિષેક કરવા ઉપરાંત મહાદેવને પ્રિય વસ્તુઓ ચઢાવવાથી પણ અપાર લાભ મળે છે. પંચ ફળો, ફૂલ, પંચ મેવા, રત્નો, સોનું, ચાંદી, દક્ષિણા, પૂજાના વાસણો, દહીં, શુદ્ધ દેશી ઘી, મધ, ગંગાજળ, પવિત્ર જળ, પંચ રસ, અત્તર, સુગંધી રોલી, મોલી જનોઈ, પંચ મિઠાઈ, બિલ્વપત્ર શિવલિંગ પર ચઢાવો. ધતુરા, ભાંગ, બેર, આમ્ર મંજરી, મંદારનું ફૂલ, કાચું ગાયનું દૂધ, કપૂર, ધૂપ, દીવો, કપાસ, મલયાગીરી ચંદન, શિવ અને માતા પાર્વતીને શ્રૃંગાર સામગ્રી ચઢાવો. તમારી પૂજાનું ફળ તમને અચૂક મળશે. 

  • Follow us on: