• નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી ઘરોમાં દેવી માતાની અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે
  • આ અખંડ જ્યોત માટે ઘરમાં કઈ દિશા શ્રેષ્ઠ છે તે જાણવું ખૂબ જ જરૂરી
  • બાજોઠ પર માતાજીની કરો સ્થાપના

શારદીય નવરાત્રિનો આજથી પ્રારંભ થઇ ચુક્યો છે. આ નવરાત્રિમાં જો તમે તમારા ઘરમાં માતા રાણીની સ્થાપના કરવા માંગો છો, તો વાસ્તુ અનુસાર, માતા રાણીના ચોકીની સ્થાપના કઈ દિશામાં કરવી શ્રેષ્ઠ છે, શું તમે જાણો છો?

ચોકી કઈ દિશામાં સ્થાપવી

નવરાત્રી દરમિયાન 9 દિવસ સુધી ઘરોમાં દેવી માતાની અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે.આ અખંડ જ્યોત માટે ઘરમાં કઈ દિશા શ્રેષ્ઠ છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. માતાની મૂર્તિ હંમેશા ઉત્તર પૂર્વ દિશામાં સ્થાપિત કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે ઉત્તર-પૂર્વ દિશા શ્રેષ્ઠ છે. આ દિશાને સૌથી પવિત્ર માનવામાં આવે છે. ભગવાન ઉત્તર-પૂર્વ દિશામાં રહે છે. એટલા માટે નવરાત્રિ દરમિયાન આ દિશામાં માતા રાણીની મૂર્તિ અને ચોકી સ્થાપિત કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ઘરે ઈશાન ખુણાને કેવી રીતે જાણી શકાય?

ઉત્તર-પૂર્વ દિશા આપણા ઘરની સૌથી પવિત્ર દિશા માનવામાં આવે છે. ઉત્તર અને પૂર્વ વચ્ચેની દિશાને વાસ્તુમાં ઈશાન ખુણો કહેવામાં આવે છે. આ દિશામાં ઘરમાં મંદિર બનાવવું ખૂબ જ શુભ હોય છે. કારણ કે ઘરમાં આ દિશા કે આ નિવાસ ભગવાનનો છે. ઘરની દિશા સાફ રાખો. જેથી ઘરમાં સુખ, શાંતિ અને દેવી લક્ષ્મીનો વાસ રહે.

 ઘરમાં આ દિશામાં કળશ અને ચિત્ર સ્થાપિત કરો

ઉત્તર-પૂર્વ દિશાને દેવી-દેવતાઓનો વાસ કહેવામાં આવે છે. જો તમે તમારા ઘરમાં આ દિશામાં કળશ અને ચિત્ર સ્થાપિત કરો છો તો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ નથી થતો અને આ દિશામાં પૂજા કરવાથી સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે. વાસ્તુ અનુસાર મા દુર્ગાની મૂર્તિને લાકડાની ચોકીમાં રાખો. જો તમારી પાસે બાજોઠ છે તો તમે તેને તેના પર પણ રાખી શકો છો. ચંદન ખૂબ જ શુભ અને સકારાત્મક ઉર્જાથી ભરેલું માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. આથી માતાની સ્થાપના બાજોઠ, માંડવી પર કરો આ માંડવીને ચોકી પણ કહે છે. 

  • Follow us on: