• રવિવારે ઘટસ્થાપન સાથે નવરાત્રિ પર્વનો આરંભ
  • બપોરે 12.10થી 12.56 સુધી અભિજીત મુહૂર્ત
  • ભક્તિ-પ્રાર્થના અથવા કેવળ ઉપવાસ-આરતી કરી માતાજીની કરાશે સાધના

શારદીય નવરાત્રિનો પ્રારંભ રવિવાર, તા. ૧૫-૧૦-૨૦૨૩થી થાય છે. આ નવરાત્રીમાં ઘણાં શ્રદ્ધાળુ મુમુક્ષુ ભક્તજનો મા અંબિકા, મા કાલી, મા દુર્ગા, મા ચામુંડા, મહાશક્તિ સાધના- અનુષ્ઠાન યા ભક્તિ-પ્રાર્થના અથવા કેવળ ઉપવાસ-આરતી કરે છે. આમ અનુકૂળતા મુજબ ઉપાસના થાય છે. ઘણાં ઉચ્ચ કક્ષાના સાધકો અને શાસ્ત્ર્રીઓ વદ્વાન પંડિતો દશ મહાવિદ્યાઓથી સાધના અનુષ્ઠાન કરી પોતાની આંતરિક સુષુપ્ત ચેતનાશક્તિને જાગ્રત કરવા મંત્રજાપ વિધિસર કરે છે. સામાન્ય વ્યક્તિઓએ કેવળ શ્રાદ્ધા-શક્તિ મુજબ ભક્તિ કરવી જોઈએ. આ સમયમાં શ્રી શક્તિ સાધના દ્વારા વિવિધ મંત્રસિદ્ધિ કરી શકાય જેવા કે અંબિકા યંત્ર, કાલિ યંત્ર, દુર્ગા યંત્ર, દશવિદ્યા યંત્ર વગેરે સિદ્ધ કરવા ઉત્તમ છે.

નવરાત્રિ શક્તિ ઉપાસના મંત્રો

ૐ ઐં હ્રીઁ ક્લીઁ ચામુણ્ડાયે વિચ્ચૈ

આ મંત્રના નિત્ય જાવ સૌએ કરી શકાય.

ૐ ક્લીઁ કાલિકાયૈ સ્વાહા

આ મંત્રજાપ પણ ઉપયોગી છે.

ૐ દું દુર્ગાયૈ નમઃ

આ મંત્રજાપ દ્વારા આત્મશક્તિ-શાંતિ અનુભવાય છે.

ગાયત્રી મંત્ર પુરશ્ચરણ વિધિસર કરવાથી શ્રેષ્ઠ ફ્ળ મળે છે.

સુખશાંતિ દુર્ગા મંત્ર

દુર્ગે સ્મૃતા હરસિ ભીતિમશેષ જન્તો

સ્વસ્થૈ સ્મૃતા મતિમતીપ શુભાં દદાસિ

અત્રેમાંથી કોઈ પણ એક મંત્રની જાપ દ્વારા ઉપાસના કરવાથી આત્મબળ ચિત્તશુદ્ધિ પ્રાપ્ત થાય છે. નવી ઊર્જા પ્રાપ્ત થાય છે. ઈષ્ટફ્ળ પ્રાપ્તિ માટે અષ્ટમીને દિવસે વિદ્વાન કર્મકાંડી શિક્ષિત વ્યક્તિ પાસે હોમહવન કરાવી શકાય.

દશેરાનો મંત્ર

તા. 24-10-2023ના રોજ દશેરાનો શ્રેષ્ઠ દિવસ છે. આયુધપૂજન અને વાહનપૂજન વગેરે માટે ઉત્તમ છે. વણમાગ્યું શુભ મુહૂર્ત છે. સર્વકાર્ય પ્રારંભ થઈ શકે. વિજય મુહૂર્તમાં કરેલા કાર્યોનું અનેરું મહત્ત્વ હોય છે.

વિજય મુહૂર્ત સવારે 11.20થી 12.40સુધી

વિજય મંત્ર -ૐ હ્રીં રં રામાય્ નમઃ

સર્વ શત્રુ વિનાશાય વિજયપ્રદાય સ્વાહા ।

દશેરા એ શ્રી રામનો વિજય દિવસ છે. રાવણના નાશનો ઉત્સવ છે. તેથી આ દિવસે પોતાની પ્રકૃતિ-સ્વભાવમાં રહેલી રાવણવૃત્તિઓનો નાશ કરી શ્રી રામવૃત્તિ પ્રાપ્તિનો સંકલ્પ કરવો.


  • Follow us on: