- 11.45થી 1.45 સુધી નથી શુભ મૂહૂર્ત
- 15 ઓક્ટોબરે સવારથી 11.45 સુધી કરી લો કળશ સ્થાપના
- 1.45 પછી પણ કરી શકાશે સ્થાપના
15 ઓક્ટોબરથી શારદીય નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. આ સમયે કળશ સ્થાપનાની સાથે માતાની ભક્તિની આરાધના શરૂ કરાય છે. આ દિવસે માતા દુર્ગાના અલગ અલગ રૂપની આરાધનામાં સનાતની લિન થઈ જાય છે. આ સમયે કળશની સ્થાપનાનું વિશેષ મહત્ત્વ પણ હોય છે. પણ સાથે તમે શુભ મૂહૂર્તમાં પૂજા કરો અને કળશની સ્થાપના કરો તે જરૂરી બને છે. આ સિવાય આ વર્ષે રવિવારે 3 કલાક સુધી કળશ સ્થાપનાનું મૂહૂર્ત નથી. તો જાણો કયા સમયે કરશો કળશની સ્થાપના.
આ મૂહૂર્તમાં કરી લો સ્થાપના
નવરાત્રિમાં માતા દુર્ગાના 9 રૂપની પૂજા વિધિ વિધાન સાથે કરવામાં આવે છે. નવરાત્રિના પહેલા દિવસે જ કળશની સ્થાપના કરાય છે. માન્યતા અનુસાર કળશ સ્થાપના મૂહૂર્તમાં જ પૂજા કરવી જોઈએ. 9 દિવસ આ દેવીના સ્વરૂપમાં તમારા ઘરે વિરાજમાન રહે છે. આ વખતે શારદીય નવરાત્રિ 15 ઓક્ટોબર રવિવારથી શરૂ થશે. આ દિવસે ઘટસ્થાપના એટલે કે કળશ સ્થાપના કરાય છે.
જાણો શું છે શુભ મૂહૂર્ત
આ કળશ સ્થાપનાનું શુભ મૂહૂર્ત અર્ધ પહેરો હોવાના કારણે 11.45 સુધી રહે છે. તેના બાદ 3 કલાક સુધી કોઈ સારું મૂહૂર્ત નથી. આ પછી 1.45 બાદ ફરીથી કળશ સ્થાપના કરી શકાશે. આ માટે ઉત્તમ મૂહૂર્ત 11.45 પહેલા સ્થાપના કરી લો તે જરૂરી છે.