- નવરાત્રિના સમયે પ્રથમ દિવસે કળશની કરી વ્રતનો સંકલ્પ લો
- પહેલા દિવસથી દસમ સુધી અખંડ જ્યોતનો દીવો કરો
- માતાજીને લાલ વસ્ત્રો, શણગારનો સામાન અને લાલ ફૂલ અર્પણ કરો
હિન્દુ ધર્મમાં નવરાત્રિનું પર્વ ખાસ માનવામાં આવે છે. આમ તો પંચાંગના આધારે વર્ષમાં 4 વખત નવરાત્રિનું વ્રત આવે છે. તેમાંથી એક ચૈત્ર નવરાત્રિ અને 2 ગુપ્ત નવરાત્રિ અને એક શારદીય નવરાત્રિ છે. આ વર્ષે શારદીય નવરાત્રિ 15 ઓક્ટોબર અને રવિવારથી શરૂ થાય છે. માન્યતા અનુસાર નવરાત્રિના સમયે વ્રત કરવાથી વિધિ વિધાન પૂર્વક માતા જગત જનની જગદંબાના 9 સ્વરૂપની 9 દિવસ પૂજા અને આરાધના કરાય છે. આમ કરવાથી વ્યક્તિને સુખ-સમૃદ્ધિ અને વૈભવની પ્રાપ્તિ થાય છે.
માતા જગત જનની જગદંબાની કરાય છે પૂજા
જો તમે નવરાત્રિનું વ્રત રાખી રહ્યા છો તો આ સમયે વ્રત રાખી રહ્યા છો તો આ સમયે નવરાત્રિમાં કેટલીક વાતનું ખાસ ધ્યાન રાખવું. આ દિવસોમાં માતા જગત જનની જગદંબાના 9 સ્વરૂપોની પૂજા કરાય છે. આ સમયે માતાજીને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો પણ કરવામાં આવે છે. આ સિવાય આ સમયે કેટલીક ખાસ વાતનું ધ્યાન રાખવું. જેથી તમારું વ્રત તૂટે નહીં અને વ્રતનો પૂરેપૂરો લાભ મળી શકે.
કળશની કરો સ્થાપના
નવરાત્રિના સમયે પ્રથમ દિવસે કળશની સ્થાપનાથી આ વ્રતનો સંકલ્પ લેવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે કળશની સ્થાપના કરો.
રોજ અખંડ જ્યોતિ જલાવો
જો તમે શારદીય નવરાત્રિનું વ્રત રાખી રહ્યા છો તો તમે આ દિવસથી શરૂ કરીને દસમ સુધી અખંડ જ્યોત કરો. ધાર્મિક માન્યતા છે કે રોજ કરાતી આ અખંડ જ્યોતથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને ભક્તોની ઈચ્છા પૂરી કરે છે.
રોજ કરો આરતી
નવરાત્રિના સમયે સવાર અને સાંજે માતા દુર્ગાની આરતી કરવી. આ સમયે તેમને તેમની પ્રિય વસ્તુઓને અર્પણ કરો. જેથી માતા રાણી પ્રસન્ન થશે અને તેમની કૃપા તમારી પર બની રહેશે.
કઈ ચીજો કરશો અર્પણ
આમ તો નવરાત્રિનું વ્રત 9 દિવસ રાખવામાં આવે છે. આ સમયે માતાના 9 સ્વરૂપોની પૂજાનું પણ મહત્ત્વ છે. પૂજામાં માતાજીને લાલ વસ્ત્રોની સાથે શણગારનો સામાન અને લાલ ફૂલ અર્પણ કરો. જેથી માતા દુર્ગાની વિશેષ કૃપા મળશે.
આ વાતનું રાખો વિશેષ ધ્યાન
નવરાત્રિના સમયે કેટલીક વાત પર ધ્યાન આપવાની ખાસ જરૂર રહે છે. જેમાં ખાસ કરીને ઘરની સાફ સફાઈ પર પણ ધ્યાન આપવું જરૂરી છે. તન-મન બંને સ્વસ્છ હશે તો માતા રાણીની પૂજાનું વિશેષ ફળ મેળવી શકશો.