- ભગવાન શિવને ગંગા જળની સાથે બીલીપત્ર અર્પણ કરવાની પરંપરા
- શિવ ઉપાસનામાં બીલીપત્રનું વિશેષ મહત્વ છે
- શિવપુરાણ અનુસાર કેટલીક તિથિઓ એવી છે જ્યારે બીલીપત્ર તોડવા જોઈએ નહીં
શ્રાવણ મહિનામાં ભગવાન શિવને ગંગા જળની સાથે બીલીપત્ર અર્પણ કરવાની પરંપરા છે. શિવ ઉપાસનામાં બીલીપત્રનું વિશેષ મહત્વ છે. જ્યારે પણ ભગવાન શિવની વિશેષ પૂજા થાય છે ત્યારે શિવલિંગ પર બીલીપત્ર ચઢાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે જે બીલીપત્ર ભગવાન શિવને પ્રસન્ન કરે છે તે તેમને નારાજ પણ કરી શકે છે. શિવપુરાણ અનુસાર કેટલીક તિથિઓ એવી છે જ્યારે બીલીપત્ર તોડવા જોઈએ નહીં,
રવિવારે બીલીપત્ર તોડીને રાખો અને સોમવારે શિવલિંગ પર ચઢાવો
સોમવાર પણ તે તિથિઓમાંથી એક છે. જો કે લોકો સોમવારના દિવસે જ બીલીપત્ર તોડીને શ્રાવણમાં ભગવાન શિવને તાજા બીલીપત્ર ચઢાવે છે પરંતુ આ ખોટું છે. તમે રવિવારે બીલીપત્ર તોડીને રાખો અને સોમવારે શિવલિંગ પર ચઢાવો. આવો જાણીએ બીલીપત્ર વિશે પુરાણોમાં શું કહેવામાં આવ્યું છે અને કયા દિવસે બીલીપત્રને ન તોડવા જોઈએ…
બીલીપત્ર કયા દિવસે તોડવામાં આવતું નથી?
હિંદુ માન્યતા અનુસાર, ભગવાન શિવના પ્રિય બીલીપત્રને માત્ર સોમવારે જ નહીં પરંતુ દરેક મહિનાની ચતુર્થી તિથિ, અષ્ટમી તિથિ, નવમી તિથિ, ચતુર્દશી તિથિ અને અમાસ તિથિએ તોડવા ન જોઇએ. જો તમારે શિવની પૂજા કરવી હોય તો તમારે બીલીપત્ર તોડીને એક દિવસ પહેલા રાખવું જોઈએ.
ઘરમાંથી ગરીબી દૂર થઈ જાય છે
સ્કંદ પુરાણ અનુસાર રવિવારે અને દ્વાદશીના દિવસે બીલીપત્રના વૃક્ષની પૂજા કરવી જોઈએ. તેનાથી મહાપાપનો નાશ થાય છે. આ વૃક્ષ લગાવવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે અને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
આવી જગ્યા કાશી જેવી છે
પુરાણો અનુસાર, જે જગ્યા ગાઢ જંગલની જેમ અનેક બીલીપત્રના વૃક્ષો છે, તે કાશી જેવું પવિત્ર માનવામાં આવે છે. ત્યાં દરરોજ શિવલિંગની પૂજા કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને તમામ પરેશાનીઓનો અંત આવે છે.
બીલીપત્ર છ મહિના સુધી વાસી નથી થતા
શાસ્ત્રો અનુસાર, જો તમારી પાસે શિવલિંગ પર ચઢાવવા માટે બીલીપત્ર નથી, તો તમારે મંદિરમાંથી અન્ય લોકો દ્વારા ચઢાવવામાં આવેલું બીલીપત્ર ઉઠાવવું જોઈએ, તેને ધોઈ લો અને પછી ભગવાન શિવને અર્પણ કરો. બીલીપત્ર છ મહિના સુધી વાસી નથી થતુ. શિવજીને તમે વારંવાર ચડાવી શકો છો.