• 6 જુલાઈથી સૂર્યનું પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ, ૮ જુલાઈથી વરસાદ થવાની વકી
  • 17થી 23 જુલાઈ સુધીમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થશે
  • 17 જુલાઈ સુધી ત્રણ ગ્રહો જળતત્વમાં રહેશે

આ સમયે સૂર્ય ભગવાન મિથુન રાશિમાં બુધ સાથે બુધાદિત્ય રાજયોગ બનાવી રહ્યા છે.સૂર્ય ભગવાન 6 જુલાઈના રોજ પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ સંક્રમણ તમારા જીવનમાં ઘણા ફેરફારો લાવી શકે છે. ચાલો જાણીએ બુધાદિત્ય રાજયોગ અને નક્ષત્રની શું અસર થશે. ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે છેલ્લા એેક અઠવાડીયાથી વરસાદે વિરામ લેતા બાફ અને ઉકળાટ વધી ગયો છે ત્યારે ગુરૂવાર તા. 6 જુલાઈએ જ્યોતિષીઓના માનવા મુજબ સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરશે તે પછી તા. 17 જુલાઈ સુધી ત્રણ ગ્રહો જળતત્વમાં રહેવાના હોવાથી ઉત્તર અને મધ્યગુજરાતમાં તા. 17થી 23 જુલાઈ દરમ્યાન અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે.

કેટલાક વિસ્તારોમાં વરસાદની અનિયમિતતા જોવા મળશે

તા. 6 જુલાઈના રોજ સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં સાંજે 5 વાગ્યે 17 મિનિટે પ્રવેશ કરશે તેમજ ચંદ્ર, ગનિષ્કા નક્ષત્રમાં હોઈ સૂર્ય-ચંદ્રનો તાત્કાલીક મિત્રયોગ થતાં 8થી 10 જુલાઈ દરમ્યાન ગુજરાતના ઘણા સ્થળે ભારે વરસાદ થશે. તેજ પ્રમાણે 13થી 17જુલાઈ સુધીમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

સૂર્ય, ચંદ્ર અને બુધ કર્ક રાશિમાં

જો ભારે અતિભારે વરસાદ થશે તો ભૂર્ગભ જળ ઉંચા આવશે. કેટલાક વિસ્તારોમાં વરસાદની અનિયમિતતા જોવા મળશે. સૂર્ય, ચંદ્ર અને બુધ કર્ક રાશિમાં એટલે કે આ ત્રણેય ગ્રહો જળ તત્વમાં પ્રવેશ કરશે. જેથી ગુજરાત સહિત પડોશી રાજ્યોમાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે. જુલાઈ માસમાં ખંડવૃષ્ટિ(અતિભારે વરસાદ) થવાની સંભાવના છે. અને જે સ્થળે વાદળ ચઢે ત્યાં વરસી જાય તેવા યોગ છે.સાબરકાંઠા,અરવલ્લી,બનાસકાંઠાના અંબાજી, મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદથી લઈ ઝરમર વરસાદ થઈ શકે છે.

પુનર્વસુ નક્ષત્રમાં સૂર્યનું સંક્રમણ 

પુનર્વસુ નક્ષત્રમાં સૂર્યનું સંક્રમણ ત્યારે થાય છે જ્યારે સૂર્ય મિથુન રાશિના છેલ્લા તબક્કામાં જાય છે. પુનર્વસુ નક્ષત્રના પ્રથમ ત્રણ તબક્કા મિથુન રાશિમાં આવે છે અને છેલ્લો તબક્કો કર્ક રાશિમાં આવે છે. સૂર્ય આ નક્ષત્રમાં સંક્રમણ દરમિયાન મિથુન અને કર્ક રાશિ બંનેનો સંપર્ક કરે છે. પુનર્વસુ નક્ષત્રને શુભ નક્ષત્રમાં સ્થાન મળે છે, તેથી અહીં સૂર્યની હાજરી પણ અનુકૂળ કહેવાય છે. પુનર્વસુ નક્ષત્રોની સંખ્યામાં સાતમા સ્થાને આવે છે. આ નક્ષત્રનો સ્વામી ગુરુ છે અને રાશિનો સ્વામી બુધ અને ચંદ્ર છે. આ નક્ષત્રની દેવી અદિતિ છે, જે દેવતાઓની માતા પણ છે.

પુનર્વસુ નક્ષત્ર 2023 માં સૂર્ય સંક્રમણનો સમય

જુલાઈ મહિનાની શરૂઆતમાં સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરે છે. આ સમયે સૂર્ય આર્દ્રા છોડીને પુનર્વસુ પાસે જાય છે. સૂર્ય 6 જુલાઈ, 2023 ના રોજ સાંજે 5 વાગ્યે 17 મિનિટે પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરશે.

સૂર્યનો પુનર્વસુ નક્ષત્ર પ્રવેશ જીવનની શરૂઆત સૂચવે છે

પુનર્વસુ નક્ષત્રને રાજવી નક્ષત્ર તરીકે પણ જોઈ શકાય છે કારણ કે તેના સ્વામી અને દેવતાઓને પણ રાજવી પાત્રતા મળે છે. આ નક્ષત્રમાં આવતા પહેલા સૂર્ય આર્દ્રામાં હોય છે જ્યાં વસ્તુઓમાં ઘણો બદલાવ આવે છે. આ સમયે થતા કઠોર ફેરફારો સમાપ્ત થાય છે અને ધીમા પડે છે અને તે જ સમયે, પુનર્વસુના આગમન સાથે, સૂર્ય ફરીથી નવા જીવનને પ્રકાશિત કરવાનું શરૂ કરે છે. આ સમય પુનઃપ્રાપ્તિ અને પુનર્જાગરણનો સમય પણ છે.

  • Follow us on: