• શિવાલયો શિવોહમ શિવોહમ- બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠશે
  • ભાવિકજનો દ્વારા શિવલીંગ ઉપર બિલ્વપત્ર, જલાભિષેક, દુગ્ધાભિષેક, પંચામૃત્તાભિષેક કરાશે
  • ભોળાનાથની કૃપા પામવાનો સોનેરી અવસર

આગામી મંગળવારથી પવિત્ર અધિક શ્રાવણમાસનો પ્રારંભ થનાર હોઇ શિવાલયો શિવોહમ, શિવોહમ, બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠશે. પૌરાણિક મહાદેવ, શિવાલયોમા વહેલી સવારથી આસ્થાળુઓ ઉમટી પડી શિવલીંગ ઉપર બિલ્વપત્ર, જલાભિષેક, દુગ્ધાભિષેક, પંચામૃત્તાભિષેક કરીને ભોળાનાથની કૃપા પામવા પ્રયત્નશીલ રહેશે. હિન્દુ ધાર્મિક પરંપરામા દેવાધિદેવ મહાદેવની પુજા-અર્ચના માટે શ્રાવણ માસનુ અનેરૂ મહત્વ પ્રસ્થાપિત થયુ છે. ત્યારે બીજી તરફ અધિક માસનુ પુરૂષોત્તમમાસ તરીકે ભગવાન વિષ્ણુની ઉપાસનાને લઇને ધાર્મિક દૃષ્ટિએ વિશેષ મહત્તા રહેલી હોઇ સોમવારે સોમવતી- હરિયાળી અમાસ, દિવાસાના પર્વ બાદ મંગળવારથી પવિત્ર અધિક શ્રાવણ માસનો પ્રારંભ થશે ભક્તો શિવમય બનશે.

પ્રત્યેક સોમવારે વહેલી સવારથી ભાવિકજનો શિવોહમ શિવોહમ, હરીઓમ, બમ બમ ભોલેના ગગનભેદી નાદથી ગુંજાવી ઉઠશે. આસ્થાળુઓ શિવલીંગ ઉપર બિલ્વપત્ર, જલાભિષેક, દુગ્ધાભિષેક, પંચામૃત્તાભિષેક, સુગંધિત દ્વવ્યોનો અભિષેક કરી દેવાધિદેવ સમક્ષ જીવનના ત્રિવિધ તાપોથી મુક્તિની કામના કરશે. મંદિરોમા રૂદ્રી, લઘુરૂદ્રી, મહારૂદ્રી, શિવયાગ., શિવમહિમન્નં સ્ત્રોતં, પ્રાત, મધ્યાહન, સાયં આરતી, પુજા-અર્ચના, શિવકથા, ભજન, સત્સંગ કિર્તન ઉપરાંત ગંભીર રોગના દર્દીઓના પરિવારજનો દ્વારા મહામૃત્યુંજય મંત્રના જાપ કરીને સ્વાસ્થ્ય પ્રાપ્તિ, દિર્ધાયુની કામના કરશે. સાથોસાથ ભગવાન શ્રાીકૃષ્ણ, ભગવાન વિષ્ણુના વિવિધ સ્વરૂપોની પણ વૈષ્ણવો, શ્રદ્ધાળુઓ દ્વારા પુજા-ઉપાસના, હિંડોળા, શણગાર, આરતી, છપ્પનભોગ અર્પણ, અન્નકુટ સહિતના કાર્યક્રમો યોજાશે.

અધિક માસનુ ખગોળીય દૃષ્ટિએ મહત્વ

અંગ્રેજી કેલેન્ડરમાં જેમ પ્રત્યેક ૩ વર્ષે લીપ યર આવે છે તેમ હિન્દુ કેલેન્ડર પંચાગમાં પણ પ્રત્યેક ત્રણ વર્ષે એક અધિક માસ આવે છે. અધિક મહિનો એ સૌર અને ચંદ્ર માસને એકસમાન લાવવાની પ્રક્રિયા છે. સૌર માસ અને ચંદ્રમાસમાં દરવર્ષે સર્જાતા તફાવતને ઘટાડવા માટે દર ૩ વર્ષે અધિક માસ આવતો હોઇ તેમાં સુર્યસંક્રાન્તિ નથી હોતી તે અધિક માસ હોય છે.

પુરુષોત્તમ માસ વેળા તિથિ પ્રમાણે વ્રત કરવાનું ભારે મહાત્મ્ય

જ્યોતિષીના જણાવ્યા મુજબ, અધિક-પુરુષોત્તમ માસ વેળાએ તિથિ પ્રમાણે વ્રત કરવાનું ભારે મહાત્મ્ય છે. ૩૦ તિથિ પ્રમાણે જુદા જુદા વ્રત અને દાન કરી શકાય છે. પ્રથમ એકમથી પૂનમ સુધીમાં રુદ્રવ્રત, નીલવ્રત, પ્રીતિવ્રત, શિવવ્રત, સોમવ્રત, સુગતિ, વીરવ્રત, ત્ર્યંબકં વ્રત, એકાદશી વ્રત, અહિંસા વ્રત, પ્રદોશવ્રત, શીલવ્રતની ઉજવણી પછી પૂનમે પુરુષોત્તમ ભગવાનનું પૂજન કરાશે. ત્યારબાદની શેષ 15 તિથિમાં દિપણી વ્રત, દ્રઢવ્રત, બિલ્વવ્રત, વિનાયક વ્રત, નામ પ્રભાકર, સ્કંદ પૂજા, સરસ્વતી વ્રત, શ્યામવ્રત, વિશ્વાનર વ્રત, આનંદ, પરમા, વીર, યદુ, તાપક વ્રત કરવાનું મહત્ત્વ છે.

  • Follow us on: