• ત્રણ વર્ષ બાદ અધિક શ્રાવણને પગલે તહેવારની ઉજવણીમાં ફેરફાર
  • દશામાતાના વ્રત અંગે પણ ભક્તોમાં મુંઝવણ જોવા મળી છે
  • 16 ઓગસ્ટે દશામાનું વ્રત કરવાનો મત

આ વર્ષે પવિત્ર શ્રાવણ માસ પહેલાં અધિક માસ હોવાથી દરેક તહેવારની ઉજવણીને લઈ લોકોમાં મૂંઝવણ જોવા મળી રહી છે. જે અંતર્ગત દશામાતાના વ્રત અંગે પણ લોકોમાં અલગ અલગ મતો જોવા મળી રહ્યા છે. ત્યારે આગામી તા. 17મીએ દશામાતાનું વ્રત કરવા માટેની તૈયારી જોવા મળી રહી છે, પરંતુ નિષ્ણાતોના મતે 16મી ઓગસ્ટના અધિક પુરુષોત્તમ માસની સમાપ્તી સાથે દશા માતાના વ્રતનો આરંભ કરવો જોઈએ.

અધિક માસ દર ત્રણ વર્ષે આવતો વધારાનો મહિનો

અધિક માસ દર ત્રણ વર્ષે આવતો વધારાનો મહિનો છે, જેને મળમાસ પણ કહેવામાં આવે છે. સાથે જ અધિક માસને પગલે તહેવારોની ઉજવણીમાં પણ ફેરફાર રહેતો હોય છે. જે અંતર્ગત દશા માતાના વ્રતમાં પણ ફેરફાર આ વર્ષે જોવા મળશે. તા. 17મીની અમાસ પર વ્રતની શરૂઆત કરવાનો મત મોટા ભાગના લોકોમાં જોવા મળી રહ્યો છે.

તા. 16 ઓગસ્ટે અધિક માસ પૂર્ણ

દશામાતાના વ્રતની ઉજવણીને લઈ લોકોમાં ચિંતા જોવા મળી રહી છે, પરંતુ અધિક માસ એટલે વધારાનો મહિનો હોય છે. તેમાં દશામાતાનું વ્રત કરી શકાય નહીં, અધિક માસની સમાપ્તી બાદ દશામાતાનું વ્રત કરવું યોગ્ય છે. માટે તા. 16 ઓગસ્ટે અધિક માસ પૂર્ણ થતાની સાથે માતાજીના ભક્તો દશામાતાનું વ્રત શરૂ કરી શકે છે. દશામાતાનું વ્રત દિવાળીથી 100 દિવસ પહેલા કરવાનું હોય છે, જેથી અધિક માસને પગલે 100ની જગ્યા પર 130 દિવસ થાય છે. જેથી દશામાતાનું વ્રત 16મી ઓગસ્ટે અધિક માસની અમાસથી દશામાતાનું વ્રત કરવું જોઈએ.

  • Follow us on: