- શ્રાવણના પહેલા દિવસે મંગળા ગૌરી વ્રત રાખવામાં આવે છે
- આજથી ઉત્તરભારતમાં શરૂ થાય છે શિવપૂજાનો અવસર
- ભગવાન શિવને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે
ઉત્તરભારતમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. શ્રાવણના પહેલા દિવસે મંગળા ગૌરી વ્રત રાખવામાં આવે છે. જે પણ આ દિવસે મા મંગળા ગૌરીની પૂજા કરે છે, તેના પર મા પાર્વતી અને ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા વરસે છે. શ્રાવણના પહેલા દિવસે યુપીના સીએમ યોગીએ ગોરખનાથ મંદિરમાં પૂજા કરી અને ભગવાન શિવનો રૂદ્રાભિષેક કર્યો હતો. આજથી (4 જુલાઈ, 2023) ભગવાન શિવની આરાધનાનો મહાન તહેવાર શરૂ થઈ રહ્યો છે. આ વર્ષે શ્રાવણ 58 દિવસનો રહેશે એટલે કે શ્રાવણ મહિનો ભગવાન શિવની પૂજા અને ભક્તિ માટે બે મહિનાનો રહેશે. પવિત્ર શ્રાવણ મહિનો 4 જુલાઈથી શરૂ થશે અને 31 ઓગસ્ટ સુધી ચાલશે.
આ દરમિયાન 18મી જુલાઈથી 16મી ઓગસ્ટ સુધી એધિક મહિનો રહેશે. આ કારણે આ વર્ષે શ્રાવણ મહિનો 2 મહિનાનો રહેશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવશયની એકાદશીથી દેવઉઠી એકાદશી સુધી ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં શયન કરે છે. બ્રહ્માંડનું સંચાલન ભગવાન શિવના હાથમાં રહે છે. અધિકમાસના કારણે આ વખતે ચાતુર્માસ ચારને બદલે પાંચ મહિનાનો રહેશે. ભગવાન શિવને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે.
આજથી ઉત્તરભારતમાં શરૂ થાય છે શિવપૂજાનો અવસર
શિવભક્તિના પવિત્ર માસ શ્રાવણનો આજથી પ્રારંભ થયો છે. આજે, 4 જુલાઈ, 2023, મંગળવારથી આ પવિત્ર માસનો પ્રારંભ થયો છે. આ વખતે શ્રાવણનો મહિનો આખા બે મહિના ચાલશે. શિવભક્તો માટે આ પવિત્ર મહિનો છે, આ મહિનામાં રાખવામાં આવેલા વ્રતથી પ્રસન્ન થઈને ભોલેનાથ પોતાના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. શ્રાવણનાં આ બે મહિના ભોલેનાથને સમર્પિત છે.
'શ્રાવણ' મહિનાના પ્રથમ દિવસે પ્રાર્થના કરવા માટે ભક્તો ચાંદની ચોકમાં આવેલા શ્રી ગૌરી શંકર મંદિરમાં ઉમટી પડ્યા હતા.આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે.
ઉત્તર પ્રદેશ અયોધ્યાના નાગેશ્વર નાથ મંદિરમાં 'શ્રાવણ' મહિનાના પ્રથમ દિવસે ભક્તોએ પ્રાર્થના કરી.
મધ્ય પ્રદેશ: ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરમાં 'શ્રાવણ' મહિનાના પ્રથમ દિવસે ભસ્મ આરતી કરવામાં આવી હતી.
મધ્ય પ્રદેશ: ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરમાં આજે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ છે. ભક્તોમાં ભોલેનાથની ભક્તિને લઇને આસ્થા અને શ્રદ્ધા છે.