શું તમે ક્યારેય ઘ્યાન આપ્યુ છે કે ઘરમાં રાખવામાં આવતી ચાવી માટે પણ વાસ્તુશાસ્ત્રના ખાસ નિયમો છે. તમે ઘરની ચાવી કઇ દિશામાં રાખો છો તેના પરથી વાસ્તુદોષ લાગતો નથી અને પ્રગત્તિ થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ચાવી પર ઉર્જાનો ખુબજ પ્રભાવ પડે છે. ચાવી તિજોરી કે ઘરનો દરવાજો ખોલવા માટે વપરાશમાં લેવામાં આવે છે. તેની સાથે ઘરના સૌભાગ્ય અને સુખ સંપત્તિને જોડવામાં આવે છે. ચાવી ફક્ત દરવાજો ખોલવાનુ સાધન નથી તેનાથી સૌભાગ્ય આવે છે.
આર્થિક નુકસાન ટાળી શકાય છે.
આર્થિક નુકસાન ટાળી શકાય છે. નકારાત્મક ઉર્જા દૂર રહે છે. ભાગ્યમાં આવતી બાધાઓ દૂર થાય છે. આથી આ માનવુ ખુબજ જરૂરી છે કે વાસ્તુ અનુસાર ચાવીને ક્યાં રાખવી જોઇએ. આ ચાવી કઇ દિશામાં રાખવી જાણીએ વિસ્તારથી......
ચાવી રાખવાના નિયમ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ચાવીને રાખવા માટે પશ્ચિમ દિશા સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ દિશામાં ચાવીનું સ્ટેન્ડ રાખવાથી બોક્સ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. ઘરના સભ્યોમાં એકતા જળવાય છે. શાંતિનુ વાતાવરણ રહે છે.
કઇ જગ્યાએ ન રાખશો ચાવી?
રસોડામાં ચાલી રાખવાથી આર્થિક મુશ્કેલી વધે છે. અગ્નિ તત્વની અધિકતા વધતા ઉર્જા અટવાય છે. જેનાથી ઘરમાં અશાંતિ છવાયેલી રહે છે. પૂજાના સ્થાનને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર પૂજા સ્થળે ચાવી ધાતુની વસ્તુઓ રાખવાથી અશુભ થાય છે. બેડરૂમમાં વિશ્રામ સ્થાન માટે હોય છે. અહી ચાવી રાખવાથી માનસિક તણાવ, ગુસ્સો,અનિદ્રા જેવી મુશ્કેલી આવે છે.
ચાવીને ક્યાં રાખવી શુભ?
લાકડાના સ્ટેન્ડમાં ચાવી રાખવી શુભ માનવામાં આવે છે. ધાતુની જગ્યાએ લાકડાનુ બોક્સ સારૂ માનવામાં આવે છે. તેનાથી ઉર્જાનો વાસ થાય છે. નકારાત્મક ઉર્જા દૂર થાય છે. વાસ્તુ અનુસાર ચાવીના બોક્સ કે સ્ટેન્ડને સાફ રાખવુ જોઇએ.