- 27 નવેમ્બરે ચાતુર્માસ પૂર્ણ થયા બાદ લગ્નનું પહેલું મુહૂર્ત છે.
- 16 ડિસેમ્બરથી ધનારક મહિનો શરૂ થશે
- આ વખતે અક્ષયતૃતીયા પર શુક્ર અસ્ત થવાને કારણે લગ્ન માટે કોઈ શુભ મુહૂર્ત રહેશે નહીં.
ચાતુર્માસ પૂર્ણ થઈ ચૂક્યા છે. માનવામાં આવે છે કે દેવઊઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ યોગનિદ્રાના ચાર મહિના પછી જાગે છે, તેથી તેને દેવ પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસથી જ લગ્નની સિઝન શરૂ થાય છે. ગૃહપ્રવેશ અને અન્ય શુભ કાર્યો પણ શરૂ થાય છે, પરંતુ મે અને જૂન 2024માં આ સિઝનમાં લગ્ન માટે કોઈ શુભ સમય નથી. અક્ષયતૃતીયા અને વસંતપંચમી એ બે સૌથી મોટાં શુભ મુહૂર્ત પર પણ લગ્ન શક્ય નથી.
નવેમ્બરમાં 3 અને ડિસેમ્બરમાં લગ્નનાં 5 મુહૂર્ત
27 નવેમ્બરે ચાતુર્માસ પૂર્ણ થયા બાદ લગ્નનું પહેલું મુહૂર્ત છે. આ સાથે જ ડિસેમ્બરમાં લગ્નનાં 5 મુહૂર્ત છે. 16 ડિસેમ્બરથી ધનારક મહિનો શરૂ થશે. આ કારણે આવતા વર્ષે 15 જાન્યુઆરી પછી લગ્ન શરૂ થશે, જે 23મી એપ્રિલ સુધી ચાલશે.

16 ડિસેમ્બરથી ધનુર્માસ શરૂ થશે
દર મહિને સૂર્ય રાશિ બદલે છે અને એક મહિના સુધી દરેક રાશિમાં રહે છે, પરંતુ જ્યારે એ ધન રાશિમાં આવે છે ત્યારે ધનુર્માસ શરૂ થઈ જાય છે. આ દરમિયાન લગ્ન, સગાઈ, ગૃહપ્રવેશ અને અન્ય માંગલિક કાર્યો માટે મુહૂર્ત રહેતાં નથી. આ વખતે 16 ડિસેમ્બરથી ધનુર્માસ શરૂ થશે, જે 15 જાન્યુઆરી સુધી રહેશે. એ પછી લગ્નનો સમયગાળો ફરી શરૂ થઈ જશે.
અક્ષયતૃતીયા અને વસંતપંચમીના દિવસે લગ્નનાં મુહૂર્ત નહીં
વસંત પંચમી 14 ફેબ્રુઆરી 2024ના રોજ છે. ઘણી જગ્યાએ આ દિવસને લગ્ન માટે શુભ સમય માનવામાં આવે છે, પરંતુ આ વખતે વસંતપંચમી પર અશ્વિની નક્ષત્ર હશે. જ્યોતિષ પ્રમાણે આ નક્ષત્રમાં લગ્ન શક્ય નથી. આ કારણે વસંતપંચમી પર લગ્નનું શુભ મુહૂર્ત નહીં હોય. અખાત્રીજ અને વસંત પંચમી, વિજયા દશમીની જેમ જ આ તિથિ પણ વણજોયું મુહૂર્ત મનાય છે. આ દિવસે વિવાહ જેવા શુભ કાર્યો કરવામાં આવે છે, જેના માટે કોઈ જ મૂહુર્ત જોવાની જરૂર નથી પડતી. અક્ષયતૃતીયા 10મી મે 2024ના રોજ હશે. આ દિવસ લગ્ન માટે પણ ખૂબ જ અકલ્પ્ય શુભ સમય છે. પરંતુ આ વખતે અક્ષયતૃતીયા પર શુક્ર અસ્ત થવાને કારણે લગ્ન માટે કોઈ શુભ મુહૂર્ત રહેશે નહીં.

ચાતુર્માસ 17 જુલાઈ 2024થી શરૂ થશે, જે 12 નવેમ્બર 2024ના રોજ પૂર્ણ થશે શુક્ર મે-જૂન 2024માં અસ્ત થશે, તેથી કોઈ શુભ સમય નથી
આવતા વર્ષે 29 એપ્રિલે શુક્ર સૂર્યની નજીક આવશે, જેના કારણે આ ગ્રહ 61 દિવસ સુધી સ્થિર રહેશે. જ્યોતિષશાસ્ત્ર કહે છે કે શુક્ર અસ્ત થવાને કારણે લગ્ન માટે કોઈ શુભ મુહૂર્ત નથી. 28 જૂને શુક્રના ઉદય પછી લગ્ન શરૂ થશે અને શુભ સમય 17 જુલાઈના દેવશયની એકાદશી સુધી ચાલશે.