- વિધિ વિધાન સાથે કરાશે માતાજીના તમામ રૂપની પૂજા
- પૂજામાં શક્ય હોય ત્યાં સુધી માટીના વાસણનો કરો ઉપયોગ
- માતાજીના શૃંગાર માટે ખાસ સામગ્રીની કરી લો તૈયારી
વૈદિક પંચાંગના અનુસાર ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થાય છે. આ વખતે માતા દુર્ગાની પૂજા 9 એપ્રિલથી શરૂ થઈ રહી છે અને તે 17 એપ્રિલના રોજ રામ નવમીના દિવસે સમાપ્ત થશે. આ 9 દિવસ સુધી માતાજીના 9 રૂપની પૂજા કરાશે. વિધિ વિધાન સાથે પૂજા કરીને ઉપવાસ પણ રાખવામાં આવે છે.માન્યતા છે કે આ દિવસોમાં માતા દુર્ગા ધરતી પર ભક્તોની વચ્ચે આવે છે અને પૂજા અર્ચનાથી પ્રસન્ન થઈને તેમની પર કૃપા વરસાવે છે. આ સમયે તેમને પ્રસન્ન કરવા અને ઘરમાં તેમના આગમનને માટે કળશની સ્થાપના કરાય છે. એવામાં તમે કળશની સ્થાપના વિશે વિચારી રહ્યા છો તો તમારે આ વસ્તુઓની જરૂર રહેશે. તો કરી લો તૈયારી.
મા દુર્ગાની પૂજા માટે સામગ્રી
9 એપ્રિલથી શરૂ થનારી નવરાત્રિમાં માતા દુર્ગાની પૂજા વિધિ વિધાન સાથે કરાય છે. માતાના 9 સ્વરૂપની પૂજા કરતા પહેલા માતા દુર્ગાનો ફોટો બજારમાંથી લઈ આવો. આસન માટે લાલ રંગનું કપડું, ફૂલ માળા, ફળ, કેરીના પાન, બંદનવાર, પાન સોપારી, લવિંગ, પીસેલી હળદર, હળદરની ગાંઠ, પંચમેવા, સૂકું નારિયેળ, નૈવેદ્ય અને એક પાણીવાળું નારિયેળ લઈ આવવું જરૂરી છે.
માતાના શણગાર માટે સામાન
પૂજા સમયે માતા દુર્ગાનો શણગાર કરાય છે. આ માટે લાલ ચુંદડી, ચાંલ્લા, સિંદૂર, કાજલ, લાલ બંગડીઓ, પગના વેઢ, કાચ, મહેંદી, ગળાની માળા, નથ, માંગ ટીકો, કાનની બાલી, ગજરો અને કાંસકો અર્પણ કરો.
કળશ સ્થાપના માટે પૂજન સામગ્રી
જો તમે નવરાત્રિમાં કળશની સ્થાપના કરવાનું વિચારી રહ્યા છો તો તેને માટે તમારે માટી, માટીનો ઘડો, માટીનું ઢાંકણું, કલાવા, જટાવાળું નારિયેળ, ગંગાજળ અને લાલ રંગનું કપડું, માટીના દીવા, ચોખા અને હળદર પહેલાથી લાવીને રાખવાના રહેશે.
અખંડ દીવા માટેની સામગ્રી
નવરાત્રિમાં 9 દિવસ સુધી લોકો માતાની સામે અખંડ દીવો કરે છે. આ સમયે તમે પણ તેને પ્રગટાવવાનું વિચારી રહ્યા છો તો પીત્તળ કે માટીનો દીવો, જ્યોત માટે રૂની દિવેટ, સિંદુર અને ચોખા સાથે રાખો.