• કાગડા, પક્ષીઓ, શ્વાન અને ગાયને ભોજન કરાવવું
  • તામસિક ચીજોથી દૂર રહેવું જેથી પૂજાનું યોગ્ય ફળ મળે
  • પિતૃઓની આત્માની શાંતિ માટે પૂજા પાઠ કરાવવા

હિંદુ ધર્મમાં દર મહિને કૃષ્ણ પક્ષમાં આવતી અમાસનું ઘણું મહત્ત્વ હોય છે. પિતૃઓની પૂજા અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે આ સમયે ખાસ પૂજા કરાય છે. અમાસનું વ્રત રાખવાથી પરિણિત મહિલાઓને શિવ અખંડ સૌભાગ્યના આશીર્વાદ મળે છે. આ દિવસે શ્રદ્ધા અને ભાવ સાથે વિધિ વિધાન સાથે પૂજા કરાય છે. તો જાણો આ પૂજામાં કઈ વાતોનું રાખશો ધ્યાન અને તેના શુભ મૂહુર્ત.

5 જુલાઈએ ઉજવાશે અમાસ

અષાઢી અમાસ 5 જુલાઈએ ઉજવવામાં આવશે. માન્યતાઓ અનુસાર બ્રહ્મ મૂહુર્તમાં એટલે કે સવારે સૂર્ય નીકળે તે પહેલા સ્નાન સૌથી સારું માનવામાં આવે છે. આ દિવસે બ્રહ્મ મૂહુર્ત 4.08 મિનિટે રહેશે તો સૂર્યોદય 0.5.29 મિનિટે થશે. આ પછી સ્નાન કરી શકાય છે.

  • લાભ- ઉન્નતિ મૂહુર્ત - સવારે 7.13થી 8.57 મિનિટ સુધી
  • અમૃત- સર્વોત્તમ મૂહુર્ત - સવારે 8.57 થી 10.41 મિનિટ સુધી
  • અભિજિત - સવારે 11.58 થી બપોરે 12.54 મિનિટ સુધી

આ દિવસે શું ન કરવું

  • આ દિવસે પિતૃઓની આત્માની શાંતિ માટે પૂજા પાઠ કરવામાં આવે છે. આ દિવસે ભૂલથી પણ પિતૃઓને અપશબ્દો કહેવા નહીં અને તેમનું શ્રદ્ધા સાથે તર્પણ કરવું
  • આ દિવસે શ્વાન, ગાય અને કાગડાઓને કષ્ટ આપવો નહીં. તેમને પિતૃઓના અંશ સમજીને ખાવાનું ખવડાવવું. તેમને નુકસાન કરવું નહીં.
  • અમાસના દિવસે પિતૃઓ પિંડદાન, તર્પણ અને દાન-પુણ્ય અને શ્રાદ્ધની રાહ જુએ છે. આ દિવસે દાન પુણ્ય કરવાનું ચૂકવું નહીં.નહીં પિતૃઓ નારાજ થઈને શ્રાપ આપશે.
  • આ દિવસેની પૂજા પાઠનું શુભફળ મળે છે. તો દિવસભર બ્રહ્મચર્યનું પાલન કરવું.
  • તામસિક ચીજોથી દૂર રહેવું જેથી પૂજાનું યોગ્ય ફળ મળે.
  • ઘરની સાફ સફાઈ પર ધ્યાન રાખવું જેથી પૂજાનું યોગ્ય પુણ્ય મળી રહે.
  • આ દિવસે લડાઈ ઝઘડા અને અપશબ્દોથી દૂર રહેવું, કોઈનું મન દુભાય તેવું કરવું નહીં.

પિતૃદોષ થશે દૂર

કોઈની કુંડળીમાં પિતૃદોષ હોય તો સમસ્યાઓ વધે છે. સાથે નક્કી કરેલા કામમાં પણ સમસ્યાઓ આવવા લાગે છે. એવામાં તમારે એકસરખા પ્રમાણમાં સિક્કા લઈને તેનું દાન કરવું તેનાથી પિતૃદોષ દૂર થાય છે. તો સાથે અમાસની તિથિએ કાગડા, પક્ષીઓ, શ્વાન અને ગાયને ભોજન કરાવવું. તેની સાથે પીપળા અને વડના ઝાડને જળ ચઢાવવું. તેનાથી પિતૃઓના આશીર્વાદ મળે છે.  

  • Follow us on: