- કોઈ પણ શુભ સમયમાં 11 કોડીઓને હળદરવાળી કરીને પીળા રંગના કપડામાં બાંધવી
- કોડીઓ તથા મધ રાખવાથી લક્ષ્મીજી તથા કુબેરની કૃપા વરસે છે
- વારાણસીમાં એક મંદિર છે, જ્યાં કોડીઓથી જ પૂજન કરવામાં આવે
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં કોડીઓ રાખવી ખૂબ જ શુભ છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ કોડીઓનું મહત્ત્વ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ ચીનમાં પણ છે. ફેંગશૂઈમાં કોડીઓનો ઉપયોગ કરીને વાસ્તુદોષ દૂર કરવામાં આવે છે. ઉત્તર ભારતમાં દિવાળીના દિવસે કોડીઓનું પૂજન કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આમ કરવાથી ઘરમાં લક્ષ્મી આવે છે. આ સિવાય વારાણસીમાં એક મંદિર છે, જ્યાં કોડીઓથી જ પૂજન કરવામાં આવે છે. કોડીઓ સામાન્ય જ હોય છે, પરંતુ તેને અભિમંત્રિત કરીને નીચે પ્રમાણેનાં કાર્યો તમે સિદ્ધ કરી શકો છો.
આર્થિક સ્થિતિ સુધારવા
કોઈ પણ શુભ સમયમાં 11 કોડીઓને હળદરવાળી કરીને પીળા રંગના કપડામાં બાંધીને ધનસ્થાનમાં રાખવાથી આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે.
લક્ષ્મીજીને પ્રસન્ન કરવા
માતા લક્ષ્મીની કૃપા વરસતી રહે તે માટે ધનતેરસના દિવસે ધનપૂજન કરતી વખતે ચાંદીની ડબ્બીમાં પાંચ કોડીઓ તથા મધ રાખવાથી લક્ષ્મીજી તથા કુબેરની કૃપા વરસે છે.
લાંબો સમય બીમારી રહે ત્યારે
જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી રોગગ્રસ્ત હોય અને અનેક પ્રકારના ઈલાજ કરાવવા છતાં તેના સ્વાસ્થ્યમાં સુધારો ન આવતો હોય તો સોમવારના દિવસે સફેદ કપડામાં ત્રણ અભિમંત્રિત ગોમતીચક્ર, 11 નાગકેસરની જોડ તથા સાત કોડીઓ બાંધીને તે કપડા પર અત્તર લગાવવું. ત્યારબાદ આ પોટલીને બીમાર વ્યક્તિ પરથી નવ વાર ઉતારવી અને શિવમંદિરમાં જઈને અર્પણ કરવી. આ પ્રયોગ કરવાથી બીમાર વ્યક્તિ સ્વસ્થ થવા લાગશે.
સારી નોકરી મેળવવા
ભણેલાં-ગણેલાં હોવા છતાં, આવડત હોવા છતાં અને અનેક પ્રયત્નો કરવા છતાં જ્યારે સારી નોકરી ન મળતી હોય તો તણાવ અનુભવાય છે. મનમાં એવું જ થયા કરે છે કે મને ક્યારેય સારી નોકરી નહીં મળે,પરંતુ કોડીઓની મદદથી તમે સારી નોકરી મેળવી શકો છો. તેના માટે જ્યારે તમે કોઈ ઈન્ટરવ્યૂ આપવા માટે જઈ રહ્યાં હો ત્યારે પાંચ અભિમંત્રિત કોડીઓ પર હળદરનું તિલક કરવું અને પોતાના પરથી સાત વાર ઉતારીને કોઈ ગરીબ વ્યક્તિને આપવી સાથે યથાશક્તિ પૈસાનું દાન પણ કરવું. આ પ્રયોગ કરવાથી સારામાં સારી નોકરી તમને શોધતી આવશે.
પરિવારનાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે
દરેક વ્યક્તિ પોતાના પરિવારને ખુશ જોવા માંગે છે. પોતાના પરિવારમાં સુખ-શાંતિ રહે તે માટે સાત અભિમંત્રિત કોડીઓ તથા સાત ગોમતીચક્રો પર હળદરથી તિલક કરવું અને પૂજાસ્થાન કે મંદિરમાં પીળા વસ્ત્ર પર રાખવી. આ પ્રયોગ કરવાથી ઘરની સમૃદ્ધિ અને આર્થિક સ્થિતિ પણ સુધરે છે.