- અજાણતા પૂજામાં ભૂલ ચૂક થઈ હોય તો માફી માંગી લો
- ખંડિત પ્રતિમાને ચોખાની સાથે વહેતા જળમાં વિસર્જિત કરી લો
- મૂર્તિમાં ભગવાનનો વાસ હોય છે માટે ખંડિત પ્રતિમા મનાય છે અશુભ
દેશભરમાં ગણેશ ઉત્સવની ધૂમ જોવા મળી રહી છે. ભક્તો ગણેશજીની ભક્તિમાં લીન છે. 10 દિવસ ચાલનારા આ ઉત્સવમાં ભક્તો વિઘ્નહર્તાની પૂજા કરતા રહે છે. આ પછી અનંત ચતુદર્શીના દિવસે ગણેશજીનું વિસર્જન કરી દેવામાં આવે છે. કેટલાક લોકો દોઢ દિવસ, 3 દિવસ, 5 દિવસ કે 7 દિવસે પણ ગણેશજીનું વિસર્જન કરે છે. કહેવાય છે કે જ્યારે ગણેશજીની પ્રતિમાને ઘરે લાવીને તેની પૂજા કરાય છે તો સાથે તેમાં દેવતાઓનો વાસ જોવા મળે છે. એવામાં તમે રોજ આદર, પ્રેમ અને સત્કાર સાથે તેમની પૂજા કરો છો પણ જો આ સમયે તમારા વિઘ્નહર્તાની મૂર્તિ ખંડિત થાય તો શું કરવું.
ખંડિત પ્રતિમા મનાય છે અશુભ
કોઈ પણ પૂજામાં ખંડિત મૂર્તિને અશુભ માનવામાં આવે છે. પ્રતિમામાં દેવતાનો વાસ હોવાના કારણે તેના ખંડિત થવાને અશુભ માનવામાં આવે છે. આ સ્થિતિમાંથી બહાર આવવાનો એક ઉપાય છે અને તે એ કે જો બાપ્પાની મૂર્તિ ખંડિત થઈ જાય છે તો તેની પૂજા ન કરો. તેને લઈને ચિંતિત કે દુઃખી પણ ન ખાઓ. અજાણતા ભૂલ ચૂક થઈ હોય તો માફી માંગી લો અને પ્રતિમાને ચોખાની સાથે વહેતા જળમાં વિસર્જિત કરી લો.
મંદિરની અન્ય મૂર્તિઓનું શું કરશો
માનવામાં આવે છે કે તેનાથી મૂર્તિમાં દેવત્વનો વાસ હોય છે તે જતો રહે છે. અને સાથે અશુભ થવાનો ખતરો પણ ટળે છે. આ ઉપાય મંદિરમાં રાખેલી અન્ય મૂર્તિઓ માટે પણ અપનાવી શકાય છે. અનેકવાર એવું બને છે કે મંદિરમાં રાખેલી પ્રતિમા ખંડિત થવાને કારણે કે તેનો રંગ ઉતરી જવાને કારણે લોકો તેને ઝાડની પાસે મૂકી આવે છે. આવું કરવું યોગ્ય માનવામાં આવતું નથી. આવી મૂર્તિઓને ફક્ત વહેતા જળમાં જ પ્રવાહિત કરી લો. આમ કરવાથી તમારા તમામ કષ્ટ દૂર થશે.
ઉલ્લેખનીય છે કે ભગવાન ગણેશનો જન્મ ભાદ્રપદની શુક્લ પક્ષની ચતુર્થીએ થયો હતો. આ દિવસને ગણેશ ચતુર્થીના રૂપમાં ઉજવવામાં આવે છે. માન્યતા છે કે ગણેશ ચતુર્થી સાથે શરૂ થયેલા 10 દિવસના ઉત્સવમાં ભગવાન ગણેશ સ્વયં ધરતી પર આવીને રહે છે અને ભક્તોના કષ્ટ દૂર કરે છે.