- શૈવ સંન્યાસી સંપ્રદાયના 7 અખાડા હોય છે
- આઠમી સદીમાં આદિ શંકરાચાર્યએ બનાવ્યા હતા 13 અખાડા
- અખાડા શબ્દ અલખ પરથી આવ્યો હોવાનું અનુમાન
રથયાત્રાની સાથે અખાડા પણ ખાસ રીતે જોડાયેલા હોય છે. માન્યતા છે કે 8મી સદીમાં આદિ શંકરાચાર્યએ 13 અખાડા બનાવ્યા હતા. જે આજ સુધી અસ્તિત્વમાં છે. આ વ્યવસ્થા પેશ્વાઓના સમયથી એટલે કે 1772થી ચાલી આવે છે. અખાડાની શરૂઆત આમ તો મુઘલોના સમયથી થઈ ગતી. વિદ્વાનો માને છે કે અખાડા શબ્દ અલખ પરથી આવ્યો છે તો કેટલાક માને છે કે તે અક્ખડ એટલે કે આશ્રમમાંથી આવ્યો છે. તો જાણો શું છે શૈવ, વૈષ્ણવ અને ઉદાસીન સંપ્રદાયના સંન્યાસીઓના આ 13 અખાડાના નામ અને તેનું મહત્ત્વ.
અટલ અખાડા
આ અખાડાની અલગ જ ઓળખ છે. તેમાં ફક્ત બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય જ દીક્ષા લઈ શકે છે. આ સિવાય અન્ય લોકો માટે પ્રવેશ નિષેધ રહે છે.
આવાહ્ન અખાડા
તેમાં મહિલા સાધ્વીઓને પણ દીક્ષા આપવાનો રિવાજ નથી. અન્ય અખાડામાં મહિલાઓને દીક્ષા અપાય છે.
નિરંજની અખાડા
આ સૌથી વધુ શિક્ષિત ગણાતો અખાડો છે. અહીં અંદાજે 50 મહામંડલેશ્વર છે.
અગ્નિ અખાડા
આ બ્રહ્મચારી બ્રાહ્મણો જ આ અખાડામાં દીક્ષા લેવા આવે છે. આ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિઓ માટે પ્રવેશ નિષેધ રાખવામાં આવ્યો છે.
આનંદ અખાડા
આને શૈવ અખાડો માનવામાં આવે છે. અહીં એક પણ મહામંડલેશ્વર બન્યા નથી. તેમાં આચાર્યનું પદ જ મુખ્ય મનાય છે.
નવો ઉદાસીન અખાડો
તેમાં એ જ લોકોને નાગા બાવા બનાવાય છે જેમની દાઢી કે મૂંછ ઉગ્યા નથી. એટલે કે 8-12 વર્ષના બાળકોનો તેમાં સમાવેશ કરાય છે.
મોટો ઉદાસીન અખાડો
આ અખાડો સેવા માટે જાણીતો છે. તેમાં ફક્ત 4 મહંત હોય છે જે ક્યારેય કામમાંથી નિવૃત્ત થતા નથી.
મહાનિર્વાણી અખાડા
અહીં મહાકાલેશ્વર જ્યોર્તિલિંગની પૂજા કરાય છે. વર્ષોથી આ પરંપરાનું પાલન કરાય છે.
દિગંબર અણી અખાડા
તેને વૈષ્ણવ સંપ્રદાયમાં રાજા માનવામાં આવે છે. તેમાં ખાસ કરીને ખાલસા જાતિ વધારે હોય છે.
નિર્મોહી અણી અખાડા
તેમાં વૈષ્ણવ સંપ્રદાયના 3 અણી અખાડામાંથી સૌથી વધુ અખાડાઓ સામેલ છે. તેની સંખ્યા 9ની હોવાનું માનવામાં આવે છે.
નિર્વાણી અણી અખાડા
તેમાં કુસ્તીને મહત્ત્વ આપવામાં આવે છે. તે તેમના જીવનનો એક ભાગ પણ માનવામાં આવે છે. આ જ કારણોસર અખાડાના ઘણા સંતો પ્રોફેશનલ પહેલવાન પણ રહી ચૂક્યા છે.
નિર્મલ અખાડો
અહીં સાધુઓને ધૂમ્રપાનની મંજૂરી નથી. આ સિવાય અનેક સૂચનાઓ અખાડાના તમામ કેન્દ્રના દરવાજા પર હોય છે જેનું તેઓએ પાલન કરવાનું રહે છે.
જૂનો અખાડો
પહેલા ભૈરવ અખાડા તરીકે ઓળખાતો હતો. તે સમયે તેમના ઈષ્ટદેવ ભૈરવ હતા. ભૈરવ ભગવાન શિવજીનું જ રૂપ છે. હાલ આ અખાડાના ઈષ્ટદેવ ભગવાન દત્તાત્રેય છે. જે રુદ્રાવતાર છે.