• સોમવારે છે કૃષ્ણ જન્માષ્ટમી 
  • લાડુ ગોપાલની પૂજા કરવા માટે ધ્યાનમાં રાખો આ વાત
  • લાડુ ગોપાલના આગમનને લઇને તૈયારીઓ તેજ 


સોમવારે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. લાડુ ગોપાલના આગમનને તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે. ઘરમાં લોકો લાડુ ગોપાલના આગમનને લઇને સુશોભન કરવામાં વ્યસ્ત છે.. લાડુ ગોપાલ એ કૃષ્ણનું બાળ સ્વરૂપ છે અને લોકો તેમના ઘરોમાં ખૂબ પ્રેમથી લાડુ ગોપાલની પૂજા કરે છે. ઘરમાં લાડુ ગોપાલની પૂજા કરવાના કેટલાક નિયમો છે જેનું પાલન કરવું જરૂરી છે. જ્યારે પણ તમે તમારા ઘરમાં લાડુ ગોપાલ સ્થાપિત કરો છો તો ખૂબ જ સાવધાની અને સમયનું પાલનનુ કરવાનું રહે છે. આજે તમને એવા જ કેટલાક નિયમો જણાવી રહ્યા છીએ જે તમારે ખાસ ધ્યાનમાં રાખવા.

આ વસ્તુઓ આસપાસ ન રાખો

જો તમે તમારા ઘરમાં લાડુ ગોપાલ રાખો છો તો તમારે તે રૂમનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. રૂમ સાફ હોવો જરૂરી છે અને એ વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કે જ્યાં લાડુ ગોપાલ રાખવામાં આવ્યા હોય તેની પાસે એવી કોઈ વસ્તુ ન રાખવી જોઈએ. જૂના, ગંદા કપડા અને તૂટેલી મૂર્તિઓ ક્યારેય પણ તે જગ્યાએ ન રાખવી જોઈએ. જો તમે ગોપાલને લાડુ અર્પણ કરો છો, તો તેની થાળી પણ થોડીવારમાં ત્યાંથી હટાવી દેવી જોઈએ. ભોજન અર્પણ કર્યા પછી, થાળી ગંદી થઈ જાય છે અને ભગવાન કૃષ્ણની પાસે થાળીને લાંબા સમય સુધી રાખવાનું ટાળવું જોઈએ.

લાલાને શું ધરાવવુ ?

ભગવાન કૃષ્ણને ઘણી વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. લોકો લાડુ ગોપાલને બિસ્કિટ, ચોકલેટ અને નાસ્તા જેવી વસ્તુઓ પણ અર્પણ કરે છે. આમાં કશું ખોટું નથી. આ કરી શકાય છે. પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે તમે જે વસ્તુઓ ભગવાન કૃષ્ણને અર્પણ કરી રહ્યા છો તે સ્વચ્છ અને શુદ્ધ હોવી જોઈએ. જો તમે લાલાને દૂધમાંથી બનેલી વસ્તુઓ અર્પણ કરો છો તો તે ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય હલવો અને મીઠાઈઓ પણ ભોગ તરીકે આપી શકાય છે.

જન્માષ્ટમીની તિથિ કઈ છે?

2024માં 26મી ઓગસ્ટે કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે અષ્ટમી તિથિ સવારે 3:39 કલાકે શરૂ થશે અને 27મી ઓગસ્ટે બપોરે 2:19 કલાકે સમાપ્ત થશે. રોહિણી નક્ષત્રની વાત કરીએ તો, તે બપોરે 3:55 વાગ્યે શરૂ થશે અને 17 ઓગસ્ટના રોજ બપોરે 3:38 વાગ્યે સમાપ્ત થશે.


  • Follow us on: