- આ દિવસે કોઈને સુહાગનો સામાન ન આપો
- ચંદ્રની પૂજા બાદ જ ઉપવાસ ખોલો
- દિવસે સૂવું નહીં અને વ્રતની કથા અચૂક સાંભળવી
કારતક મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થીએ રાખવામાં આવતું કરવા ચોથનું વ્રત આ વર્ષે 1 નવેમ્બરે ઉજવાશે. અખંડ સૌભાગ્યને માટે રખાતું આ વ્રત ઘણું મુશ્કેલ માનવામાં આવે છે. આ દિવસે મહિલાઓ નિર્જળા વ્રત કરે છે. રાતે ચંદ્રોદય બાદ જ પૂજન અને જળ ચઢાવીને કરવા ચોથનું વ્રત ખોલવામાં આવે છે. આ વર્ષે કરવા ચોથના દિવસે ચંદ્રોદય રાતે 8.15 મિનિટે થશે. આ દિવસે વ્રતના નિયમોનું પાલન જરૂરી રહે છે. નહીં તો આ દિવસનું વ્રતનું ફળ મળતું નથી અને સાથે તમારું અને પરિવારનું મોટું નુકસાન થઈ શકે છે.
આ દિવસે ભૂલથી પણ ન કરો ભૂલ













