- નવા કપડા- સાડી, લહેંગા કે ડ્રેસની કરો ખરીદી
- આ દિવસે તમે ખાસ પ્રકારના ઘરેણા પણ ખરીદી શકો છો
- મેકઅપના સામાનની સાથે સાથે લાલ રંગની બંગડીઓ અચૂક ખરીદો
કરવા ચોથનો તહેવાર ભારતમાં મહિલાઓ માટે સૌથી મહત્ત્વના તહેવારોમાંનો એક છે. આ દિવસે મહિલાો પતિની લાંબી ઉંમર માટે વ્રત રાખે છે અને ભગવાન શિવની પૂજા કરે છે. આ તહેવાર આ વર્ષે કારતક માસની કૃષ્ણ પક્ષની ચતુર્થીએ ઉજવાશે. આ તિથિ 31 ઓક્ટોબર રાતે 9.30 વાગે શરૂ થશે અને સાથે 1 નવેમ્બરે રાતે 9.19 મિનિટે સમાપ્ત થશે. માટે આ દિવસે કરવા ચોથ ઉજવાશે. આ ખાસ દિવસ માટે મહિલાઓએ ઘણી તૈયારીઓ કરવાની રહે છે. આ દિવસે તેઓ પોતાના લૂક પર ખાસ ધ્યાન આપે છે. નવા કપડા, ઘરેણા અને મેકઅપની ખરીદી કરવામાં આવે છે. આ દિવસે અલગ દેખાવવા માટે તેઓ નીચે મુજબની ખરીદી કરે છે. તો જાણો અને તમે પણ તમારી જરૂરિયાત અનુસાર પ્લાનિંગ કરો.
કપડા
કરવા ચોથ માટે મહિલાઓ નવા કપડા ખરીદે છે. તમે પણ સાડી, લહેંગો, સૂટ કે ડ્રેસ ખરીદી શકો છો. જ્યારે પણ તમે ખરીદી કરો છો ત્યારે ધ્યાન રાખો કે તે આરામદાયક હોય અને સુંદર લૂક પણ આપે.
ઘરેણા
કરવા ચોથ માટે મહિલાઓ નવા ઘરેણા ખરીદે છે. તમે પણ સોના અને ચાંદીના ઘરેણા ખરીદી શકો છો. ખરીદી સમયે ધ્યાન રાખો કે તે તમારા ડ્રેસની સાથે મેચ કરતા હોય.
લાલ બંગડીઓ
લાલ રંગ સુહાગનું પ્રતીક માનવામાં આવે છે. કરવા ચોથના દિવસે લાલ રંગની બંગડીઓ ખરીદવી એ પતિની લાંબી ઉંમર અને વૈવાહિક જીવનમાં ખુશીઓ લાવવાનો સંકેત છે. માન્યતા છે કે બંગડી ગોળ છે માટે તે બુધ અને ચંદ્રનું પ્રતીક છે. બુધ અને ચંદ્ર બંને સૌભાગ્યના કારક છે. કાચની બંગડીઓ વધારે પવિત્ર અને શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ બંગડીના અવાજથી તમારી આસપાસની નકારાત્મક ઉર્જા નષ્ટ પામે છે.
મેકઅપ
કરવા ચોથના દિવસે મહિલાઓ મેકઅપ કરે છે. જે તમારી સ્કીનને સાફ અને ચમકદાર બનાવે છે. આ દિવસે મેકઅપ સમયે ધ્યાન રાખો કે તે લાઈટ અને નેચરલ લૂક આપનારો હોય.
જાણો કામની શોપિંગ ટિપ્સ
- તમે તમારા બજેટ અનુસાર શોપિંગ કરો.
- લૂકના અનુસાર શોપિંગ કરવાથી લાગશો સુંદર.
- આરામદાયક અને સુંદર કપડા ખરીદો.
- તમારી સ્કીનના અનુરુપ મેકઅપની પસંદગી કરો.