- અલોવેરા ફેસ પેકની મદદથી મળશે નિખાર
- લીમડો અને મુલ્તાની માટીનો પેક કરશે ચહેરાને સાફ
- કાકડી, દહીં અને હળદરનો ફેસપેક સ્કીનને ચમક આપશે
દેશભરમાં પરિણીત મહિલાઓ આવનારા કરવા ચોથના તહેવારને લઈને તૈયારીઓ શરૂ કરી ચૂકી છે. આ વર્ષે 1 નવેમ્બરે આ વ્રત ઉજવાશે. આ વ્રત વિવાહિત મહિલાઓ પતિની લાંબી ઉંમર અને સુખી જીવન માટે કરે છે. આ વ્રત અન્ન અને જળ ગ્રહણ કર્યા વિના કરાય છે અને સાંજે ચંદ્રની પૂજા કર્યા બાદ જ વ્રત ખોલવામાં આવે છે. મહિલાઓ સોળ શણગાર કરીને સાંજની પૂજા માટે તૈયાર થાય છે. જો તમે આ દિવસે સુંદર દેખાવવા ઈચ્છો છો તો તમે પાર્લરમાં ગયા વિના ઘરે જ કેટલાક સરળ ફેસપેકની મદદથી ચહેરા પર નિખાર લાવી શકો છો. તો જાણો કયા ફેસપેક તમારી મદદ કરી શકે છે.
અલોવેરા ફેસ પેક
અલોવેરા હેલ્થની સાથે સાથે વાળ અને સ્કીનને માટે પણ લાભદાયી છે. અલોવેરાને ચહેરા પર ફેસ પેકના રૂપમાં લગાવવામાં આવે તો તે અસરકારક પરિણામ આપે છે. તે સ્કીનને પોષણ આપે છે અને મોઈશ્ચરાઈઝ કરે છે. તેની સાથે તે સ્કીનને શુષ્ક થતી પણ અટકાવે છે. તેના એન્ટી ઇન્ફ્લેમેટરી તત્વો સ્કીનના સોજા ઘટાડે છે અને ડાઘ ધબ્બાને દૂર કરે છે. અલોવેરાની જેલથી ફેસને માલિશ કરવાની સાથે તેમાં તમે ગુલાબજળ મિક્સ કરીને ફેસ પર લગાવી શકો છો. 20-30 મિનિટ રાખ્યા બાદ તમે ફેસ વોશ કરી લો. બેસ્ટ રીઝલ્ટ મળશે.
લીમડો અને મુલ્તાની માટીનો ફેસ પેક
આ બંને વસ્તુનો ફેસ પેક ચહેરા પર નિખાર લાવવામાં મદદ કરે છે. આ પેકથી ખીલ દૂર થાય છે અને સાથે ચહેરાની સફાઈ સારી રીતે થાય છે. આ બંને વસ્તુની એક પેસ્ટ બનાવી લેવાથી સ્કીનને લાભ થશે. જો તમારી સ્કીન ઓઈલી છે તો તમે તેમાં લીંબુનો રસ મિક્સ કરો અને સ્કીન ડ્રાય છે તો તેમાં દૂધ મિક્સ કરો. 15-20 મિનિટ બાદ ફેસ વોશ કરી લો. એક અઠવાડિયામાં સ્કીનમાં ચમક દેખાશે.
કાકડી, દહીં અને હળદરનો ફેસ પેક
કાકડી અને દહીંથી બનેલો ફેસ પેક લગાવવાથી ચહેરા પર પ્રાકૃતિક ચમક આવે છે. તેનું કારણ છે કે કાકડીમાં વધારે પાણી હોય છે જે સ્કીનને ઠંડક આપે છે અને ફ્રેશ રાખે છે. દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ સ્કીનના સોજાને ઘટાડે છે. ફેસ પેક બનાવવા માટે કાકડીને છીણી લો અને પછી તેમાં દહીં અને હળદર મિક્સ કરીને ફેસ પર એપ્લાય કરો. 15-20 મિનિટ સુધી તેને રહેવા દો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો.