- કોલર વાળા સાદા કૂર્તા પણ આપશે બેસ્ટ લૂક
- કોટીવાળા કૂર્તાથી પણ લાગશો સ્ટાઈલિશ
- નહેરૂ સ્ટાઈલ કૂર્તાને બલૂન કટ પેન્ટ સાથે કરી શકશો ટ્રાય
1 નવેમ્બરે કરવા ચોથનો તહેવાર ઉજવાશે. પત્નીઓ માટે આ દિવસ ખાસ હોય છે. આ દિવસે મહિલાઓ પતિની લાંબી ઉંમરને માટે વ્રત રાખે છે અને સોળ શણગાર કરે છે. આ સાથે પતિ પણ આ દિવસે પત્નીઓને ઈમ્પ્રેસ કરવા ઈચ્છે છે તો તેઓ ખાસ કરીને પૂજા સમયે પત્ની માટે ખાસ અંદાજમાં તૈયાર થઈ શકે છે. આ લૂકથી પત્નીઓ ખુશ થશે અને તહેવારની મજા વધી થશે.

કરવા ચોથે સિંપલ સોબર લુક મેળવવા માટે રિતેશ દેશમુખની જેમ કોલર વાળો સાદો કુર્તો અને પાયજામો ટ્રાય કરી લો. તમે ઈચ્છો તો પત્નીના આઉટફિટની સાથે મેચિંગ કૂર્તો પણ ટ્રાય કરી શકો છો.

સફેદ પ્રિન્ટેડ કૂર્તાની સાથે પીચ કલરના બેસ કોટ પરફેક્ટ કલર કોમ્બિનેશન છે. આ દિવસે તમે તમારા લૂકને રિક્રિએટ કરી શકો છો. શાનદાર અને સ્ટાઈલિશ અંદાજના સૌ કોઈ વખાણ કરશે.

ફૂલ કોલરના નહેરૂ સ્ટાઈલ કૂર્તાને બલૂન કટ પેન્ટની સાથે સ્ટાઈલ કરી શકશો અને સાથે ફોર્મલ જૂતા પણ પહેરી શકો છો. તેનાથી તમને એલિગન્ટ અને સ્ટનિંગ લૂક મળશે.

યલો કલરનો ફ્રન્ટથી ઓપન કૂર્તો પણ તમને ફેસ્ટિવ લૂક આપી શકે છે. જો તમે લાઈટ લુક ઈચ્છો છો તો આ રીતના કૂર્તાને કરવા ચોથના દિવસે ટ્રાય કરો.

અંગરખા સ્ટાઈલ કૂર્તા પણ હંમેશા રોયલ લૂક આપે છે. આ કરવા ચોથે તમે તે લૂક ટ્રાય કરી શકો છો. બ્લેકને બદલે તમે કોઈ પણ કલરના કૂર્તાને પસંદ કરી શકો છો.