- લાલ ચુંદડી ચઢાવવાથી તુલસીજી કૃપા વરસાવે છે
- માટીનો દીવો તુલસીજી પાસે કરવાથી દરિદ્રતા દૂર થશે
- તુલસી પાસે પિત્તળના વાસણ રાખવાથી જીવનમાં સકારાત્મકતા રહેશે
કારતક મહિનામાં તુલસી પૂજા અને દીવો કરવાનું વિશેષ મહત્ત્વ ગણાવાયું છે. કહેવાય છે કે આ મહિનો ભગવાન વિષ્ણુ અને તુલસીને સમર્પિત છે. કારતક મહિનાનું સમાપન કારતક પૂર્ણિમાના દિવસે થશે જે આ વર્ષે 27 નવેમ્બરે ઉજવાશે. માન્યતા છે કે આ સમયે ભગવાન વિષ્ણુ અને તુલસીની પૂજાથી કષ્ટ દૂર થાય છે. તુલસી પૂજાની સાથે રોજ તુલસીમાં નિયમિત રીતે જળ અર્પણ કરો અને દીવો કરો. તુલસીના છોડની પાસે કેટલાક ઉપાયો કરી લેવાથી ઘરમાં ધન ધાન્યની ખામી રહેતી નથી. તો જાણો તુલસીના છોડ પાસે શું રાખવાથી લાભ થશે.
શાલિગ્રામ
કારતક મહિનામાં તુલસીની પાસે શાલિગ્રામ રાખવાનું શુભ માનવામાં આવે છે. દવેઉઠી અગિયારસના દિવસે તુલસી વિવાહ કરાય છે. ભગવાન વિષ્ણુને શાલિગ્રામના રૂપમાં તુલસીની સાથે વિવાહ કરાવાય છે. આ સમયે શાલિગ્રામ તુલસીની પાસે રાખવાથી તેની પૂજાનું પૂરું ફળ મળે છે.
મની પ્લાન્ટ
આ પ્લાન્ટને ધન સાથે જોડીને જોવામાં આવે છે. તુલસીને લક્ષ્મીજીનું રૂપ માનવામાં આવે છે. કારતક મહિનામાં તુલસીની પાસે મની પ્લાન્ટ રાખવાથી ધન લાભના યોગ બને છે.
લાલ ચુંદડી
તુલસીને દેવી માનવામાં આવે છે. આ માટે કારતક મહિનામાં તુલસીના છોડ પર લાલ ચુંદડી ચઢાવવાથી તેના આર્શીવાદ મળે છે.
માટીનો દીવો
કારતક મહિનામાં માટીનો દીવો તુલસીની પાસે રાખવાનું શુભ રહે છે. કહેવાય છે કે તેનાથી ઘરમાં ખુશી આવે છે અને દરિદ્રતા દૂર થાય છે.
શમીનો છોડ
કારતક મહિનામાં માટીનો દીવો તુલસીની પાસે પ્રગટાવવાનું શુભ રહે છે. આમ કરવાથી ઘરમાં સુખ અને શાંતિ બને છે અને સાથે શનિનો દુષ્પ્રભાવ ઘટે છે.
પિત્તળના વાસણ
કારતક મહિનામાં તુલસીના છોડની પાસે પિત્તળના વાસણ રાખવાનું શુભ રહે છે. આ ધાતુના વાસણ તુલસીની પાસે રાખવાથી સકારાત્મકતા આવે છે અને જીવન ખુશીઓથી ભરાઈ જાય છે.