- આધ્યાત્મિક, ભૌતિક તેમજ ભાવનાત્મક ખુશીઓની પ્રાપ્તિ થાય
- દુર્ગા ચાલીસાના પઠનથી વ્યક્તિ શત્રુ પર વિજય પ્રાપ્ત કરી શકે છે
- ઘરમાં આર્થિક પરેશાની છે તો તેનું નિવારણ પણ નિયમિત દુર્ગા ચાલીસાના પઠનથી થઈ જાય
શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે. શારદીય નવરાત્રિ પ્રતિપદા તિથિથી અશ્વિન મહિનાની નવમી તિથિ સુધી આવે છે. આ વર્ષે નવરાત્રિ નવ દિવસની છે. મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે. નવરાત્રિ દરમિયાન, લોકો દેવી દુર્ગાને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે વિવિધ રીતે પૂજા કરે છે. આ સાથે તમે આ દુર્ગા ચાલીસાના મંત્રની સાથે પાઠ કરી શકો છો. આ ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી તે ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિના આશીર્વાદ આપે છે. ચાલો જાણીએ દુર્ગા ચાલીસાનું મહત્ત્વ
આધ્યાત્મિક, ભૌતિક તેમજ ભાવનાત્મક ખુશીઓની પ્રાપ્તિ થાય
દુર્ગા ચાલીસાનું પઠન કરવાથી વ્યક્તિને આધ્યાત્મિક, ભૌતિક તેમજ ભાવનાત્મક ખુશીઓની પ્રાપ્તિ થાય છે. એમાં પણ તેનું પઠન નવરાત્રિ જેવાં અવસર પર સવિશેષ પુણ્યની પ્રાપ્તિ કરાવનારું બની રહે છે. નિત્ય દુર્ગા ચાલીસાનું પઠન કરવાથી વ્યક્તિનું મન શાંત થાય છે. પૂર્વે ઋષિમુનિઓ આ જ દુર્ગા ચાલીસાનું પઠન કરી મનને શાંત અને સ્થિર રાખતાં હતા.
નકારાત્મક ઉર્જા દૂર થાય
કહેવાય છે કે દુર્ગા ચાલીસાના પઠનથી વ્યક્તિ શત્રુ પર વિજય પ્રાપ્ત કરી શકે છે. દુર્ગા ચાલીસાના પઠન માત્રથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મકતાનો સંચાર થાય છે. વ્યક્તિ જીવનમાં કેટલાય સંકટોનો સામનો કરતો હોય છે. આ તમામ સંકટો અને સમસ્યાઓથી મુક્તિ અપાવનાર મનાય છે દુર્ગા ચાલીસાનો પાઠ. એવું પણ માનવામાં આવે છે કે જો ઘરમાં આર્થિક પરેશાની છે તો તેનું નિવારણ પણ નિયમિત દુર્ગા ચાલીસાના પઠનથી થઈ જાય છે. માનસિક અને સામાજીક સ્થિતિના સુધાર માટે પણ લોકો દુર્ગા ચાલીસાનો પાઠ કરતાં હોય છે. જો શ્રદ્ધા સાથે દુર્ગા ચાલીસાનો પાઠ કરવામાં આવે તો તન, મન, ધનનુ સુખ અને સમૃદ્ધિનુ વરદાન પ્રાપ્ત થાય છે.